પૌત્ર પૌત્રીઓ માટે દાદા સાથે ફરવું એ એક ફેમિલી બોન્ડિંગ વધારવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે. આપણે જયારે બાળકો હતા એનાથી પણ પહેલા એ લોકો એ બધું જ કરી ચુક્યા હોય છે જે આપણે નવું ગણતા હોઈએ છીએ. અમે તમારા દાદા દાદી સાથે ફરવાલાયક સ્થળોનું લિસ્ટ લાવ્યા છીએ.
1) ગોવા - બીચ
ક્યાં જવું: લીલા ગોવા એ ભારતનો એકમાત્ર ફાઈવ સ્ટાર બીચ છે. આ ફાઈવ સ્ટાર બીચની મુલાકાત એક હેક્ટિક સિટી લાઈફથી દૂર થવા માટેની બેસ્ટ જગ્યા છે. સાઉથ ગોવાના કેવલોસિમમાં આવેલું લીલા ગોવા વિકેન્ડમાં જઈ શકાય એવું સ્થળ છે.
શું કરવું: ઐયાના રૂમ્સ સી ફાસિન્ગ છે ઉપરાંત બીચ પણ એકદમ સાફ હોય છે અને નાશ્તાની તો વાત જ શું પુછવી! અહીંયા સાઇકલ ભાડે કરીને તમે ટહેલવા પણ નીકળી શકો છો. જિમ, યોગા સેન્ટર,ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ, ગોલ્ફ કોર્સ અને રિવારસાઇડ પણ છે.
ભાડું: રૂ. 11500
2) વેલિંગટન - ગોલ્ફ
ક્યાં જવું: અંગ્રેજ સમયથી અહીંયા આવેલી વેલિંગટન ગોલ્ફ ક્લબ આજે પણ એ જ અંદાઝમાં જોવા મળે છે. જૂનું ફર્નિચર અને જૂનું ઇન્ટિરિયર આજે પણ એમ જ રાખવામાં આવ્યું છે. નીલગીરીની આ ક્લબમાં ઘણા મહાનુભાવો આવે છે.
શું કરવું: અહીંયા અલગ અલગ ડ્રેસ કોડ સાથેના ઘણા બાર છે ઉપરાંત ઘણા કોટેજ પણ આવેલા છે. ઉપરાંત ગોલ્ફની રમત તો ખરી જ.
ભાડું: રૂ. 2750 ફોર મેમ્બર્સ
3) નાસિક - વાઇનયાર્ડ
ક્યાં જવું: ગંગાપુર લેક અને ગંગાપૂર હિલના વ્યૂ સાથેનું આ એક સુંદર વાઇનયાર્ડ છે.
શું કરવું: અહીંના સ્ટાફની મહેમાનગતિ માનો અને આરામ કરો, ઉપરાંત વાઈન ટેસ્ટિંગ તો ખરું જ!
ભાડું : રૂ. 6500 થી 27000
4) નીમરાના ફોર્ટ
ક્યાં જવું: દિલ્લીથી માત્ર 142 કિમી દૂર આ ફોર્ટ એક હેરિટેજ પ્રોપર્ટી છે. રાજસ્થાનની રાજવી શોભા અહીંયા રિક્રિએટ કરવામાં આવી છે.
શું કરવું: પુલ, સ્પા, જિમ અને અન્ય એડવેન્ચર પ્રવૃતિઓ અહીંયા થઇ શકે છે જેમકે ઝીપ લાઇનિંગ અને બલૂનિંગ.
ભાડું: રૂ. 5950 થી શરુ
5) દાર્જિલિંગ - ચાના બગીચા
ક્યાં જવું: તથાગત ફાર્મ, અહીંયા ચા ના બગીચામાં સ્ટાફ સાથે તમે ચા પત્તી તોડવાનું કામ પણ કરી શકો છો!
શું કરવું: જંગલમાં ફરવા જાવ અથવા ચાના બગીચામાં લટાર મારો, દાર્જિલિંગ તોય ટ્રેનની મુસાફરી, માર્કેટમાં શોપિંગ, ફાર્મ હાઉસમાં બાર્બેક્યૂ નાઈટ,વગેરે અઢળક પ્રવૃત્તિ અહીંયા કરી શકાય છે.
ભાડું: રૂ. 4800
6) કસોલી
ક્યાં જવું: 7 પાઈન્સ
આ કોલોનિયલ સમયનું હિલ સ્ટેશન હજુ પણ આવું જ છે. 7 પાઈન્સમાં હોમસ્ટે એ તમારા દાદા દાદી માટે ખાસ અનુભવ સાબિત થશે. દેવદાર અને પાઈન્સના વૃક્ષિથી ઘેરાયેલો આ હોમસ્ટે અદભુત છે.
શું કરવું: કસોલી ક્લબની મુલાકાત, કુઠાર પેલેસ, કસોલી ચર્ચ, લોરેન્સ સનવાર સ્કૂલ, ઓલ્ડ ટાઉન અને જુના કોલોનિયલ બિલ્ડીંગની મુલાકાત.
ભાડું: રૂ. 9500
7) બિંસાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં વિલેજ હોમસ્ટે
ક્યાં જવું: બિંસાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના 5 નાનકડા ગામડાઓમાંથી એક છે દલર હોમસ્ટે. અહીંયા આવવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે ઓગસ્ટ.
શું કરવું: ગામડાની ચાલતા મુલાકાત લો, સેન્ચ્યુરીમાં ઝીરો પોઇન્ટ સુધી જાઓ અથવા હાઈક કરો જ્યાંથી તમને કુમાઓ પર્વતમાળા દેખાશે.
ભાડું: કોન્ટેક્ટ - 91 97111 70338 or contact@dalarvillagehomestay.in
8) ધંચુલી - કુમાઓ લીટ ફેસ્ટિવલ
તે આરોહા - ધંચુલી
ક્યાં જવું: દેવદરમ પાઈન અને ઓક વૃક્ષોથી ઘેરાયેલું ધંચુલીની તે આરોહા તમને હિમાલયના દર્શન કરવા માટે આવકારશે.
શું કરવું: અહીંયા આખા વર્ષ દરમિયાન ટી ટેસ્ટિંગ અને અન્ય લિટરેચર ફેસ્ટિવલ થતા હોય છે. પરંતુ સૌથી મુખ્ય છે કુમાઓ લિટરેચર ફેસ્ટિવલ. તમારા દાદા દાદીને અહીંયા આ ઉત્સવ દરમિયાન ચોક્કસ લઇ જાઓ.
ભાડું: રૂ. 7150 થી શરુ
9) માશોબ્રા - એપલ ફાર્મ્સની અંદર વેકેશન
ક્યાં જવું: મ્હાસુ હાઉસ
શિમલાથી માત્ર 40 મિનિટના અંતરે મ્હાસુ હાઉસ છે જે એક એપલ ઓર્ચાર્ડ છે. અહીંના એપલ ફાર્મ્સ પુરા દેશમાં જાણીતા છે. અહીંયા મેક્સિમમ 20 લોકોના રહેવાની વ્યવસ્થા છે.
શું કરવું: રાફ્ટિંગ, હાઇકીંગ, ટ્રેકિંગ, બાઈકિંગ, ગોલ્ફઇંગ અને પ્લે ટેનિસ. ઉપરાંત એપલ ઓર્ચાર્ડની મુલાકાત તો ખરી જ. અહીંયા જિમ, જાકુઝી અને સૌના પણ છે.
ભાડું: રૂ. 11000
10) કેરળ - બેકવૉટર
ક્યાં જવું: કેરળની લકઝરી એના બેકવૉટર્સમાં છે. આર્ટ સાથે બનાવાયેલું આ એક તમિલ સ્ટાઇલનું આર્કિટેક્ચર ધરાવતું રિસોર્ટ છે જે કુદરતી સુંદરતાની બરોબર વચ્ચે છે. અહીંયા જવા માટે શ્રેષ્ઠ સમય છે શિયાળો.
શું કરવું: ફિશિંગ, વિવિંગ, કલચરલ ડાન્સ, અને મ્યુઝીક પરફોર્મન્સ. રિસોર્ટમાં ઇન્ફિનિટી પુલ ની મજા લો અને બહાર વૉટર કરૃઝ અથવા સ્પીડબોટનો આનંદ લો.
ભાડું: રૂ. 11300 થી
(અહીંયા દર્શાવેલ દરેક ભાવ તથા માહિતી એક વખત ચકાસી લેવા, કારણકે આ માહિતી કોવિદ પહેલાના સામાન્ય સમય દરમિયાનની છે.)
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.