ગોવા ભારતનું પ્રખ્યાત બીચ ડેસ્ટિનેશન છે. ઈન ફેક્ટ ગોવા એટલી પ્રચલિત જગ્યા છે લોકો હવે આ ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળે છે. પણ ગોવામાં એવા પણ કેટલાક છુપાયેલા સ્થળો છે જે બિલકુલ ગીચ બીચ કે પછી પ્રેમ, પેશન કે કર્મથી તદ્દન વિપરીત છે.
તો જાણો ગોવાના 13 છુપાયેલા સ્થળો વિશે જે સહેલાણીઓની સૂચિમાં નથી
જો કોઇ અભયારણ્યમાં મગરની રાહ જોઇને બેસી રહેવામાં ખુબ કષ્ટ પડી રહ્યું હોય ને તો કુમ્બરજુઆ નહેરમાં મગરને જોવા પેસેંજર બોટથી એક ચક્કર લગાવી આવો. તો આ સાકડી નહેર ગોવાના છુપાયેલા સ્થળોમાંથી એક છે કારણ કે અહિ કાદવ અને ગાઢ મેંગ્રુવ જંગલોના કારણે ઘણા લોકો સૂર્યસ્નાન કરતા મગર ને જોવા આવતા જ નથી.
સવોઈ સ્પાઈસ ગાર્ડન - કે જે સંપૂર્ણપણે ઓર્ગેનિક બગીચો છે અને જ્યા કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓ કે ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ છે, તે માત્ર એક પર્યટક સ્થળ કરતા વધુ છે. અહીં મુલાકાત લેવાની કોઈપણ ને વધારે ઈચ્છા એટલે પણ થઈ શકે કેમ કે અહીંના ગાઈડ ગોવાનો ઇતિહાસ તેના મસાલાઓ સાથે કઈ રીતે સંકળાયેલો છે તે પણ જણાવે છે.
સંગુએમ તાલુકામાં આવેલું નાનકડું તળાવ પણ ગોવા છુપાયેલા સ્થળોમાંનું એક છે. જો તમે અહીં તાળી પાડો કે પછી જરા ભાર દઈને ચાલી પણ જાવ ને તો પાણીમાંથી તરત જ તેનો પ્રત્યાઘાત આવશે. પાણીમાંથી તરત જ પરપોટા નીકળવા માંડશે અને તે ખરેખર એક મનોહર દ્રશ્ય હોય છે.
પરપોટા નીકળવાનું કારણ પાણીની અંદર ઉગતા વનસ્પતિઓના કારણે ઉત્પન થતા મિથેન ગેસ છે, કે જે થોડી હલનચલન ના કારણે પણ પરપોટા સ્વરૂપે દેખાઈ આવે છે. તમે ત્યાં તમારા પગ બોળીને માછલીઓ દ્વારા નેચરલ પેડિક્યોર પણ મેળવી શકો છો.
ગોવા-કર્ણાટકા-મહારાષ્ટ્ર ની બોર્ડરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થિત ચોરલા એક અદ્ભુત ટ્રોપિકલ જંગલ છે. જે લોકો ગોવાની બીચ વાળી છબિ માટે ટેવાયેલા છે તે લોકો માટે ઘાટ અણધાર્યા અને લોકપ્રિય છે.
એક સમયનું ઐતિહાસિક ઘર, આ પોર્ટુગીઝ વિલા હવે એક હોટેલમાં પરિવર્તીત થઇ ચૂક્યું છે. જે તેમના મહેમાનોને એક પરિવારની જેમ સાચવે છે.
તમે તમારું રોકાણ અહીં કાસા સેવેરિનામાં બુક કરી શકો છો.
જે લોકો એ દૂધસાગર ધોધના દર્શન કરી લીધા છે તેમને માટે 50 મીટરનો આ ધોધ કદાચ ખાસ ન હોઈ શકે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે નાનો એવો આ આઈસોલેટેડ ધોધ એકાંતમાં ધીમા ધીમા પાણીના અવાજ સાથે શાંત સમય વિતાવવા માટે શ્રેષ્ઠ છે.
તમને વાંચવું પણ ગમશેઃ બાગા બીચ
આ ધોધની આસપાસ ગોવામાં અન્ય છુપાયેલા સ્થળો પણ છે, જેમકે રૂદ્રેશ્વર મંદિર અને અર્વલેમ ની ગુફાઓ.
પથ્થરો કાપીને બનાવવામાં આવેલી આ ગુફાઓ ગોવાના પૂર્વ ઐતિહાસિક જીવનના સ્મારકો, એટલે કે પાંડવો અને મહાભારત સમયના સ્મારકો છે. આ ગુફાઓ બિકોલીમ શહેરથી 9 કિ.મી દક્ષિણમાં આવેલી અને હજુ હમણાં જ શોધાયેલી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં છુપાયા હતા.
રીબેંદરથી થોડું દુર, બોટ દ્વારા જઇ શકાય તેવુ આ પક્ષી અભ્યારણ ચોરાઉ ટાપુ પર સ્થિત છે. માઇગ્રેટરી પક્ષીઓ સ્થળાંતર કરીને સાયબેરિયા થી અહીં આવે છે. અને વહેલી સવારે તો અચૂક જોવા મળે છે.
કેરી બીચ ઉત્તર ગોવામાં સ્થિત છે. તેની સુંદરતા ત્યાંની સફેદ રેતી અને ઉછળતા મોજાં મા જોઈ શકો છો. ઉપરાંત ત્યાં તમે ખરેખર નદીને સમુદ્રમાં ભળી જતાં પણ જોઈ શકો છો. માત્ર અમુક કાચા-પાકા મકાનો મકાનો વાળો આ એક શાંત બીચ ગોવાની છુપાયેલી જગ્યાઓમાંનો એક છે, જ્યાં એવા મુસાફરો કે જેમને એકાંત પસંદ હોય તે દોડી આવે છે.
નદીની બીજી તરફ ટ્રાયકોલ નો કિલ્લો છે જે હવે એક રિસોર્ટ છે.
૧૭મી સદીમાં બનાવવામાં આવેલો આ પોટુગીઝ કિલ્લો હિંદ મહાસાગરમાં ખડકની ટોચ પર ખુબ સુંદર રીતે ગોઠવાયેલો છે. અહીંના સાત ઓરડાઓના નામ અઠવાડિયાના દરેક વાર પરથી રાખવામાં આવ્યા છે. કિલ્લા પરથી ગોવાનુ એક રળીયામણું દ્રશ્ય જોવા મળે છે. જો તમે અહીં રોકાવાનો પ્લાન બનાવી રહ્યા હો તો સ્વાદિષ્ટ ભોજન માટે પણ તૈયાર થઈ જાઓ. તમારા અંગૂઠા પાણીમાં ડૂબાડીને કોકટેલ અને સુર્યાસ્ત સાથે જુના જમાનાના અનુભવની મજા માણો.
ટ્રાયકોલ કિલ્લા પર તમે તમારો યાદગાર પ્રવાસ અહિ બૂક કરી શકો છો.
ક્રૅડિટ: El1saB
મોલેમ નેશનલ પાર્ક અને ભગવાન મહાવીર વન્ય પ્રાણી અભયારણ્ય એ ગોવાનું વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું કેન્દ્ર તો છે જ છે. સાથે સાથે ગોવાના છુપાયેલા સ્થળો પૈકીનું એક પણ છે. એક બાજુ મોલેમ નેશનલ પાર્ક સરીસૃપ માટે જાણીતું છે તો બીજી બાજુ વન્ય પ્રાણી અભયારણ્ય ચિત્તા, ગોર અને રિંછ માટે પ્રખ્યાત છે. આવા નેચરલ સ્થળોની મુલાકાત લઈ ગોવા ટુરીઝમ ને પ્રોત્સાહન આપો.
આ સ્થળ ગોવા ની પ્રખ્યાત ફેનિના ઉત્પાદન માટેના કાજુના રસની નિસ્યંદન પદ્ધતિ માટે પણ ઓળખાય છે.
ઘણા લોકો નથી જાણતા કે ગોવા બૌદ્ધ ઇતિહાસ ની બાબતે ખૂબ સમૃદ્ધ છે. રિવોના ગુફા તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. ખડકમાંથી કોતરવામાં આવેલી આ ગુફા બૌદ્ધ સાધુ ની બેઠક હોવાનું માનવામાં આવે છે. ગુફામાં મહાદાન સંપ્રદાયના બુદ્ધનું 'ભૂમિ સ્પર્શ' મુદ્રામાં પથ્થર નું એક શિલ્પ પણ છે. ગુફાની અંદરની બાજુએ કડંબા સિંહથી પથ્થરની દીવાલ શણગારવામાં આવી છે.