જો તમે પણ તમારી આસપાસની ખબર રાખો છો અને ન્યૂઝ જુઓ છો તો તમને એ ખબર હશે કે આ ગરમીઓ માં ભારતના લોકપ્રિય હિલ સ્ટેશને કેવી રીતે ટ્રાફિક નો માર સહન કર્યો છે. શિમલા, નૈનીતાલ, ઋષિકેશ, અને મનાલી જેવા સ્થળો પર્યટકો અને તેમના વાહનોથી ખડકાઇ ગયા છે. કેટલાય લોકો ટ્રાફિકમાં એક દિવસ થી પણ વધારે વાર સુધી ફસાઈ રહ્યા. અને તેમને રજા વગર પણ રજાનો આનંદ લઇ ઘરે જવું પડ્યું. અહીં તો આપણે માત્ર માણસોને પડતી મુશ્કેલીઓની જ વાત કરી. જો કે તેનો બીજી બાજુ પણ છે.
બીજી બાજુ પર્યાવરણથી જોડાયેલી છે. આ સ્થળો ઉપર પ્રદુષણ વધી રહ્યું છે. આવતાં-જતાં લોકો પ્લાસ્ટિકની થેલીઓ, ટોયલેટ્રી, અને સામાન્ય રીતે કામ લાગે તેવી વસ્તુના રૂપમાં પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ છોડતા જાય છે. પોતાની સુવિધા ને નજર અંદાજ કરીને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરી શકાય તેમ છે, પરંતુ સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો અત્યારની સ્થિતિ મુજબ ખૂબ મુશ્કેલ છે.
તો પછી આ પરિસ્થિતિમાં એવું કઈ રીતે સુનિશ્ચિત થઈ શકે કે આપણા સુંદર પર્યટક સ્થળોની સુંદરતા જે તે સ્થિતિમાં રહે અને તેને બરબાદ થવાથી બચાવી શકાય.?
આનો એક ઉપાય એ છે કે મશહૂર પર્યટક સ્થળો ઉપર સહેલાણીઓની સંખ્યા પર પ્રતિબંધ લગાવવો જોઈએ જેથી એટલા જ પર્યટકો આવે જેટલી પર્યટક સ્થળ ની સહન કરવાની ક્ષમતા હોય.
મારી સમજણ મુજબ એ જગ્યાઓ કે જ્યાં પર્યટકોની સંખ્યા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ, તે આ મુજબ છે:
3 ઇડિયટ્સ ફિલ્મ જોયા બાદ લદાખ મા દર વર્ષે સહેલાણીઓની સંખ્યા વધતી જાય છે. પર્યટકો ની સાથે સાથે કચરા નો એક મોટો ઢગલો પણ આવે છે જેને લેહ શહેરના પ્રવેશ દ્વાર પર જોઈ શકાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ ઊંચાઈ પર સ્થિત સ્થળ ઉપર કચરાથી છૂટકો મેળવવો આસાન નથી. અને લેહમાં કોઈ રિસાયક્લિંગ પ્લાન્ટ પણ નથી. એટલે જરૂરી છે કે લદાખમાં ગરમીના સમયમાં દર અઠવાડિયે એક પૂર્વ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવામાં આવે. આ ઉપરાંત નિર્ધારિત સીમાથી વધારે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવા પર ગ્રીન ટેક્સ પણ લાગુ પાડી દેવો જોઈએ.
કેટલાય દર્શકો થી ભારતીયોનાં સૌથી મનપસંદ હિલ સ્ટેશન નો રુઆબ રાખવા વાળુ શિમલા શહેર અત્યારે જનસંખ્યા વિસ્ફોટ અને પાણીની અછતની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. અહીંની 19મી સદીમાં બનેલી સાંકડી સડકો 21મી સદીમાં વીકેન્ડ પર કાર ચલાવીને આવતા લોકો માટે નથી બની. હવે સમય આવી ગયો છે કે શિમલા ગૈર-હિમાચલી ગાડીઓના પ્રવેશ ઉપર ઉચિત નિયમો લાગુ કરે અને પર્યટકોના શહેર મા પ્રવેશની પહેલા હોટલોની એડવાન્સ બુકિંગ નો નિયમ બનાવે.
મનાલી બે પ્રકારના પ્રવાસીઓથી ભરેલુ છે - એક જે મનાલીની મુલાકાતે આવે છે અને બીજા જે મનાલીની આગળ લદાખ અથવા સ્પીતી તરફ જાય છે. વૈકલ્પિક ગઢ બનાવવામાં આવે જ્યાં મનાલીથી આગળ જતા લોકો અટકી શકે જેથી મનાલીને ભીડની સ્થિતિથી મુક્ત કરી શકાય. ઉપરાંત, મનાલીની તમામ પ્રવૃત્તિ આધારિત રજાઓ ની સરકારે નોંધણી કરવી જોઈએ જેથી પ્રવાસીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી શકે.
એક સુંદર શહેર ને ઘોંઘાટીયા બજારમાં પરિવર્તિત થવું જોઈને ખૂબ જ દુખ થાય છે. નૈનિતાલની આ સમસ્યા અખબારોમાં હેડલાઇન્સ ભલે ન બનાવતી હોય, પરંતુ આ શહેર સપ્તાહના અંતે પ્રવાસીઓ અને તેમના વાહનોથી ભરેલું હોય છે. જો પર્યટકોની સંખ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો દરેક જણ આ શહેરની સુંદરતાનો વધુ આનંદ લઇ શકશે.
ભારત ની એડવેન્ચર રાજધાની ઉનાળાની રુતુમાં મોટી સંખ્યામાં યુવાનો સાથે ઝઝૂમી રહી છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં અનેક નિયંત્રણો લગાવી દીધા છે, જેનો પ્રવાસીઓની સંખ્યા પર થોડો અંકુશ છે. પરંતુ ગંગા નદીની આસપાસ વાહનોની અવરજવર બંધ કરવાની જરૂર છે.
પૂર્વી ભારતનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન હોવાથી દાર્જિલિંગ લાખો પ્રવાસીઓને આવકારે છે. પરંતુ તેને આ જપ્રવાસીઓ એ ખરાબ હાલતમાં આ શહેરને પહોંચાડી દીધું છે. અહિ બધે જ કચરો ફેલાયો છે, જેણે દાર્જિલિંગની સુંદરતા છીનવી લીધી છે. પ્રવાસીઓ ની પ્રવેશની મર્યાદા સિવાય અહીં નવા બાંધકામ પણ નિશ્ચિત કરવામા આવે જેથી તેની વસાહતી શિલ્પકલા સચવાય.
હા, સ્પીતી આ સમયે ગીચ કે પછી ગંદકીથી ભરેલી નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી, લદાખ જતા લોકો આ તરફ વળી રહ્યા છે અને તેથી પરિસ્થિતિને બદલવામાં અને તેને વધુ ખરાબ કરવામાં વધુ સમય લાગશે નહીં. મોડું થાય તે પહેલાં સરકારે સ્પીતિમાં લોકોની સંખ્યા પર નિયંત્રણ લાવવું જોઈએ.
કેટલાક રાજ્યો એવા છે કે જેઓ તેમના વારસા ને જાળવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે, તેમના આ પગલાઓની પ્રશંસા તો કરવી જ જોઈએ, તેમજ તેમાંથી શીખવું મહત્વપૂર્ણ છે.
અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ - આ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવેશ માટે આંતરિક લાઇન પરવાનગીની જોગવાઈ છે. આનું કારણ રાજકીય હોવા ઉપરાંત પર્યાવરણ સાથે પણ સંબંધિત છે.
લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબાર આઇલેન્ડ ના કેટલાક સંવેદનશીલ ભાગોને સુરક્ષિત રાખવા માટે અહીં પ્રવાસીઓના આગમન પર નજર રાખવામાં આવે છે.
પ્રવાસીઓને કોઈ સ્થળે જવાથી અટકાવવું સાંભળવા મા મુશ્કેલ લાગે છે, પરંતુ ઘણાં વૈકલ્પિક સ્થળો છે જ્યા આ લોકપ્રિય સ્થળોને બદલે મુલાકાત લઈ શકાય છે. આ સ્થળોની મુલાકાત લેવાથી ન માત્ર અન્ય સ્થળોએ પર્યટનના દબાણથી રાહત થશે, પરંતુ નવા સ્થળોએ પણ પર્યટનનો લાભ મળશે.
ઓછી ભીડવાળી જગ્યાઓની સૂચિ જોવા માટે અહીં ક્લિક કરો.