છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર

Tripoto
Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 1/8 by Paurav Joshi
ક્રેડિટઃ ટૂરવારાણસી

દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે ફરવા (Girls Safe Traveling)ના ઘણાં જ શોખીન હોય છે. કેટલાક એકલા ફરવાનું પસંદ (Tourist place) કરે છે તો કેટલાક પોતાના દોસ્તો કે ફેમિલીની સાથે. જે લોકોને એકલા સમય પસાર કરવાનું ગમે છે તેઓ એકલા જ ક્યાંય પણ નીકળી પડે છે. દેશમાં કેટલાક એવા પણ શહેર છે જ્યાં છોકરીઓ એકલા બિલકુલ સુરક્ષિત (Safe Solo Trip for girl) ફરવા જઇ શકે છે.

આપણે ક્યાંય પણ જઇએ પોતાની સુરક્ષાનો ખ્યાલ જરુર રાખવો જોઇએ. છોકરીઓ (Safe Place to Travel For Women) જ્યારે પણ ઘરેથી બહાર નીકળે છે તો તેણે પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો તમે સોલો ટ્રિપનું પ્લાનિંગ કરી રહી છો તો આ જગ્યાઓ પર જઇને તમે બિલકુલ સુરક્ષિત અને સારો અનુભવ કરશો. ભારતની આ જગ્યાઓ એવી છે જ્યાં છોકરીઓ કોઇપણ જાતના ડર વગર એકલા જવાનું પસંદ કરે છે.

હમ્પી (Hampi)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 2/8 by Paurav Joshi

કર્ણાટક (Karnatak) માં વસેલુ હમ્પી (Hampi) શહેર ઘણું જ સુંદર ગણાય છે. જો તમે સોલો ટ્રિપ કરવાનું પસંદ કરો છો તો અહીં જરુર આવવું જોઇએ. કહેવાય છે કે અહીં ઘરોની સજાવટ એટલી સુંદર હોય છે કે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. હમ્પીમાં તમે રૉક ક્લાઇબિંગ અને તુંગભદ્રામાં સમય પસાર કરી શકો છો. મહિલાઓ માટે સુરક્ષાની દ્ષ્ટિએ પણ આ જગ્યા ઘણી સારી માનવામાં આવે છે.

કુલ્લૂમાં સ્થિત બાહુ (Bahu)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 3/8 by Paurav Joshi

કુલ્લૂ (Kullu)થી 40 KM ઉપર ભૂંતર, જિભી થઇને એક ગામ છે બાહુ, જ્યાં નાના અને મધ્યમ સાઇઝના સફરજન જોવા મળે છે. બાહુમાં તમે સુંદર સરોવર જોઇ શકો છો. સુરક્ષાની દ્ષ્ટિથી પણ આ જગ્યા સારી માનવામાં આવે છે.

કુફરી (Kufri)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 4/8 by Paurav Joshi

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) શિમલામાં સ્થિત એક હિલ સ્ટેશન છે કુફરી. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. પહાડોની સુંદરતા, આકાશમાંથી પડતા બરફ, ચારેબાજુ ધુમ્મસની છટા, અહીં આવનારા દરેક વ્યક્તિનું દિલ જીતી લે છે.

મુન્નાર (Munnar)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 5/8 by Paurav Joshi

મુન્નાર શહેરને છોકરીઓ માટે દક્ષિણ ભારતનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. ચાના બગીચા અને પ્રકૃતિની સુંદરતાથી સજ્જ મુન્નાર તમારા મનને શાંતિથી ભરી દે છે. જો તમારે લીલીછમ વૃક્ષોથી સજેલા વાતાવરણમાં રહેવાનું પસંદ છે તો મુન્નાર ફરવાનું ન ભૂલતા. આ જગ્યાના મનોરમ દ્રશ્ય તમને હંમેશા અહીં ખેંચી લાવશે.

ઝીરો વેલી (Ziro Valley)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 6/8 by Paurav Joshi

અરુણાચલ પ્રદેશમાં એક સુંદર ખીણ છે જે 'ઝીરો વેલી (Ziro Valley Best Safe City to Travel)' ના નામથી જાણીતી છે. અહીં આવનારા ટૂરિસ્ટોને સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. અહીં જનારા તેને જન્નત કહે છે. સોલો ટ્રાવેલર્સ માટે આ જગ્યા ઘણી જ સુરક્ષિત છે. અહીં પર ઝીરો ફેસ્ટિવલ નામથી સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. અહીં આપને આપતાની ટ્રાઇબની સાથે કરવાની તક મળી જાય છે જે તમને આખી ઝિંદગી યાદ રહેનારા જીવનના અલગ-અલગ રંગોથી ભેટો કરાવી શકે છે.

ઋષિકેશ (Rishikesh)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 7/8 by Paurav Joshi

દેવભૂમિનો એક હિસ્સો છે ઋષિકેશ જે આધ્યાત્મ માટે સૌથી પવિત્ર જગ્યા ગણાય છે. અહીં આધ્યાત્મ સાથે જોડાયેલી ઘણી કહાનીઓ છે. આ મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. આમ તો અહીં આવીને રાફ્ટિંગ, બંજી જમ્પિંગ જેવા એડવેન્ચરની મજા પણ લઇ શકો છો.

જયપુર (Jaipur)

Photo of છોકરીઓની સોલો ટ્રિપ માટે સૌથી સુંદર અને સુરક્ષિત છે આ 7 શહેર 8/8 by Paurav Joshi

રાજસ્થાનની પિંક સિટીના નામથી જાણીતું જયપુર સુરક્ષિત હોવાની સાથે સુંદર પણ છે. અહીં મહિલાઓ કે છોકરીઓ એકલા ફરવા આવે છે. અહીંની ખાસિતય એ છે કે આ જગ્યા રાજસ્થાનની સંસ્કૃતિ અને વિરાસતને જુની ઇમારતો અને મહેલોને પોતાનામાં સમાવીને ઉભી છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads