IRCTC, North East Air Tour Package Ex Delhi લઇને આવ્યું છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. જે હેઠળ બાગડોગરા, દાર્જીલિંગ, ગંગટોક, કલિમ્પોંગની યાત્રા કરી શકો છો. IRCTCના આ ટૂર પેકેજ હેઠળ યાત્રી નોર્થ ઇસ્ટની કુદરતી સુંદરતાનો આનંદ ઉઠાવી શકશે. IRCTCનું આ પેકેજ લેવા પર તમે કુદરતી સૌંદર્ય, શાનદાર હવામાન, સમૃદ્ધ જૈવ વિવિધતા, દુર્લભ વન્ય જીવન, ઐતિહાસિક સ્થળો, વિશિષ્ટ સાંસ્કૃતિક અને જાતીય વિરાસતને નજીકથી જોઇ શકશો. આ પેકેજ દિલ્હીથી શરુ થતું હોવાથી જો તમે અમદાવાદમાં રહો છો તો તમારે પહેલા દિલ્હી જવું પડશે.
જાણો પેકેજ સાથે જોડાયેલી બધી જાણકારી
પેકેજનું નામ
"North East Air Tour Package Ex Delhi" (LTC Approved)
કયા કયા ડેસ્ટિનેશન થશે કવર- Bagdogra, Kalimpong, Gangtok, Darjeeling
યાત્રાની તારીખ- 25.11.2021 અને 24.12.2021
ટોટલ ક્ષમતા- 23 સીટ
ટ્રાવેલિંગ મોડ- ફ્લાઇટ
હોટલનું નામ
Kalimpong માં Hotel Garden Reach
Gangtok માં Hotel Summit Denzong
Darjeeling માં Hotel Summit Swiss
Flight Schedule: શું રહેશે
ફ્લાઇટ નંબર G8 153
સેક્ટર- Delhi-Bagdogra
ઉડ્યન ભરવાનો સમય- 11:10
પહોંચવાનો સમય- 13:10
ફ્લાઇટ નંબર- G8 154
સેક્ટર- Bagdogra-Delhi
ઉડ્ડયન ભરવાનો સમય- 13:40
પહોંચવાનો સમય- 16:05
પેકેજ ટેરિફ
પેકેજમાં શું રહેશે સામેલ
Go Air Airlines (દિલ્હી-બાગડોગરા-દિલ્હી રિટર્ન)ની કન્ફર્મ ફ્લાઇટ ટિકિટ.
હોટલમાં ભોજન - 05 નાસ્તો અને 05 રાતનું ભોજન.
ફ્લાઇટમાં મીલની સુવિધા ફક્ત રિટર્નમાં (બાગડોગરા-દિલ્હી).
શેરિંગના આધારે નૉન AC ગાડીથી બધી જગ્યાઓની સફર.
સારા રુમમાં રહેવાની વ્યવસ્થા (Kalimpong, Gangtok, Darjeeling).
60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.
કલિમપોંગ
આ ઉત્તર બંગાળનું એક સુંદર હિલ સ્ટેશન છે. તમે સિલીગુડી અને દાર્જિલિંગથી પણ અહીંયા સુધી સરળતાથી પહોંચી શકો છો. આ તેની મનોરમ ખીણો, મોનેસ્ટ્રી, ચર્ચો અને તિબેટિયન હસ્તશિલ્પ માટે જાણીતું છે.
ગંગટોક
આ હિલ સ્ટેશન પૂર્વી હિમાલયી રેન્જમાં સ્થિત છે અને સિક્કીમની રાજધાની છે. આ હિલ ટાઉન મોર્ડન, રિસોર્ટ ટાઉન સ્ટાઇલ, પ્રાચીન આધ્યાત્મિક માન્યતાઓ અને પ્રાકૃતિક વારસાનો બેજોડ સંગમ છે.
દાર્જિલિંગ
અહીં ઉગતી ચા અને કંચનજંગા પર્વત શ્રેણીના શાનદાર દ્રશ્યો માટે દાર્જિલિંગ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાચીન વારસા માટે પણ જાણીતું છે અને યુનેસ્કોના વિશ્વ ધરોહરમાં સ્થાન પામેલી પ્રસિદ્ધ ટૉય ટ્રેન અહીંનું મુખ્ય આકર્ષણ છે.
ટૂર પેકેજનો ખર્ચ
હવે વાત કરીએ મુદ્દાની કે આ ટૂર પેકેજ માટે કેટલો ખર્ચ કરવો પડશે? પુખ્તવયના માટે 32,990 રુપિયામાં શાનદાર અનુભવની મજા લઇ શકાય છે. આના માટે એક રુમમાં 3 વ્યક્તિઓને રહેવા (Triple Occupancy) દેવાશે. જો તમે બે લોકોની ઑક્યુપેન્સીવાળો રુમ (Double Occupancy) ઇચ્છો છો તો તમારે 34,850 રુપિયા પ્રતિ વ્યક્તિ ચુકવવા પડશે. જો તમે સિક્રસીમાં ભરોસો રાખો છો અને એક રુમમાં એકલા રહેવા (Single Occupancy) માંગો છો તો આના માટે તમારે 44,990 રુપિયા ખર્ચ કરવા પડશે. જો તમારી સાથે બાળકો પણ આ યાત્રા પર જવાના છે તો તેના માટે અલગથી ખર્ચ કરવો પડશે.
કોરોનાને ધ્યાનમાં રાખતા શું છે જરુરી
બધા કર્મચારીઓ અને પર્યટકોએ આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરવાનો રહેશે અને ફેસ માસ્ક તથા હાથમાં મોજા પહેરવા પડશે. સાબુથી વારંવાર હાથ ધુઓ. આલ્કોહલ આધારિત સેનિટાઇઝરનો ઉપયોગ (ઓછામાં ઓછું 20 સેકન્ડ માટે) જ્યાં પણ સંભવ હોય કરો. રિસેપ્શન/બોર્ડિગ પોઇન્ટ પર લગેજને ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. અન્ય જાણકારી તમે IRCTC tourism.comથી લઇ શકો છો.