પૂર્વોત્તર ભારતમાં સાત રાજ્ય છે. જેને સાત બહેનો અથવા તો સેવન સિસ્ટર્સના નામથી ઓળખવામાં આવે છે. ઉત્તર પૂર્વ ભારતના આ રાજ્યોના એકબીજા પર નિર્ભરતાના કારણે તેમને સામાન્ય રીતે સાત બહેનોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. સેવન સિસ્ટર્સમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા મળીને સાત રાજ્યોને આ નામ આપવામાં આવ્યું છે.
આ રાજ્ય એક બીજા પર આધાર રાખે છે. ત્રિપુરા લાંગ્લાદેશથી ઘેરાયેલું એક ઘેરાબંધી જેવું છે જે આસામ પર પરિવહન માટે નિર્ભર કરે છે. આસામમાં પુરવાળી બધી નદીઓ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડથી નીકળે છે. મિઝોરમ અને મણિપુર આસામની બરાક વેલીના માધ્યમથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાયેલું છે. આ પરસ્પર નિર્ભરતાના કારણે તેમને જ્યોતિ પ્રસાદ સાઇકિયા (આસામના એક સિવિલ સેવક) દ્વારા સાત બહેનોની ભૂમિનું ઉપનામ આપવામાં આવ્યું.
સાત બહેનોના આ રાજ્યોને “પેરેડાઇઝ અનએક્સપ્લોર” (Paradise Unexplored) પણ કહેવાય છે. આ રાજ્ય 255,511 કિ.મી.ના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 7 ટકા હિસ્સો કવર કરે છે. 2011માં આ રાજ્યોની વસતી 44.98 મિલિયન હતી જે ભારતનો કુલ 3.7 ટકા હતી.
ઉત્તર પૂર્વ ભારત દુનિયાના સૌથી વધુ જાતીય રૂપથી વિવિધ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર ભૂટાન, ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સાથે 2000 કિ.મી.થી વધુનું ક્ષેત્ર શેર કરે છે અને ચિકનની ગર્દન નામથી 20 કિ.મી.નો કોરિડૉરથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાયેલું છે જે અહીં પહોંચવાનું એકમાત્ર સાધન છે.
શું છે આ રાજ્યોની રાજધાનીઓ
અરુણાચલ પ્રદેશ - ઇટાનગર
આસામ - દિસપુર
મણિપુર - ઇમ્ફાલ
મેઘાલય - શિલોંગ
મિઝોરમ - એજવાલ
નાગાલેન્ડ - કોહિમા
ત્રિપુરા – અગરતલા
શું છે ઇતિહાસ
1947માં જ્યારે ભારત બ્રિટિશ રાજ્યથી મુક્ત થયું તો દેશના પૂર્વોત્તરમાં ત્રણ મોટા રાજ્ય હતા. મણિપુર, ત્રિપુરા અને આસામ. જેની રાજધાની શિંલોગ હતી. જે હવે મેઘાલયનું પાટનગર છે. પછીથી આ રાજ્યોમાંથી 4 રાજ્ય બન્યા. 1963માં નાગાલેન્ડ ત્યાર બાદ 1972માં મેઘાલય, તે જ વર્ષે મિઝોરમ યુનિયન ટેરિટરી બન્યો અને અંતે 1987માં અરૂણાચલ પ્રદેશનો દરજ્જો મળ્યો. આ રાજ્યોમાં બોડો, નિશિ,ગારો, નાગા અને ભૂટિયા ઉપરાંત ઘણી જનજાતિઓ છે.
કુદરીત સંપત્તિ માટે જાણીતો પ્રદેશ
નોર્થ ઇસ્ટના આ સાતેય રાજ્ય આખી દુનિયામાં પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. કુદરતી સંપત્તિ તથા સાંસ્કૃતિક વૈભવનો જેવો અસીમ ભંડાર અહીં છે તેવો દુનિયામાં બીજે ક્યાંય નથી. આ નાનકડા વિસ્તારમાં 220થી વધુ જાતિઓના લોકો નિવાસ કરે છે અને જેટલી જાતિ એટલી ભાષાઓ અને એટલી સંસ્કૃતિ. પ્રકૃતિએ તો જાણે કે અહીં તેનો ખજાનો પાથરી દીધો છે.
ઉત્તર પૂર્વના કેટલાક પ્રસિદ્ધ આકર્ષણો-
આસામ ચા ગાર્ડન, આસામ (Assam Tea Garden, Assam)
એક સીંગવાળો ગેંડો, આસામ (Assam One Horned Rhino, Assam)
બિહૂ મહોત્સવ, આસામ (Assam Bihu Festival, Assam)
સિક્કિમમાં ટ્રેકિંગ, સિક્કિમ (Trekking in Sikkim, Sikkim)
નાગાલેન્ડ જનજાતિ, નાગાલેન્ડ (Nagaland Tribes, Nagaland)
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, આસામ (Kaziranga National Park, Assam)
કંચનજંગા, સિક્કિમ (Kanchenjunga, Sikkim)
ચેરાપૂંજી, મેઘાલય (Cherrapunji, Meghalaya)
તવાંગ મોનેસ્ટ્રી, અરુણાચલ પ્રદેશ (Tawang Monastaries, Arunachal Pradesh)
મેઘાલયનું આકર્ષણ
મેઘાલયના પાટનગર શિલોંગ શહેરને ચારેબાજુ શાનદાર સરોવરો અને પહાડોના કારણે પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. ચેરાપૂંજી તેના સૌથી વધુ વરસાદને કારણે પ્રસિદ્ધ છે. મોસિનરામ લિવિંગ ડબલ ડેકર રૂટ બ્રિજ ચેરાપુંજીમાં એક પ્રસિદ્ધ આકર્ષણ છે.
અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશને ભારતનું ઑર્કિડ રાજ્ય કે વનસ્પતિ વિજ્ઞાનિયો માટે સ્વર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રાજ્યમાં પક્ષીઓની 500થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અહીં મોટાભાગે પહાડો છે જે શિયાળામાં બર્ફિલા પહાડો બની જાય છે. જેનાથી મનમોહક રુપ ધારણ કરે છે.
નાગાલેન્ડ
પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રત્યેક વધારે જાગૃત જનજાતિઓનું નિવાસ એવું નાગાલેન્ડ સુંદરતા અને ઉદારતાનું બીજું નામ છે. રંગીન વેશભૂષા, મસાલેદાર વ્યંજન, આહલાદ્દક મોસમ, પરંપરાગત ગામડા, સુંદર નૃત્ય, અને ગીતાત્મક ગીત નાગાલેન્ડને પારિભાષિત કરે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે નાગાલેન્ડમાં જપફૂ પીક, જુકોઉ વેલી અને શિલોઇ તળાવ છે.
ત્રિપુરા
કળા અને સંસ્કૃતિમાં સમૃદ્ધ, ઉન્નીસ જનજાતિઓની ભૂમિ, ત્રિપુરા લીલાછમ પહાડોમાં સ્થિત છે. આ રાજ્ય પ્રાકૃતિક સુંદરતા અને સુરમ્ય સ્થાનોથી સમૃદ્ધ છે. જે દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરે છે. ધાર્મિક તહેવાર, રંગીન વેશભૂષા, કલાત્મક વાંસના ઉત્પાદનો, બહુભાષી લોકો અને સ્વાદિષ્ટ ભોજન, યાદગાર દર્શનીય સ્થળ, સાહસિક ટ્રેકિંગ અને જીવંત ખરીદીનો અનુભવ – ત્રિપુરામાં એવું કશુ નથી જે તમને અને તમારી આત્માને તૃપ્ત ન કરતું હોય.
આસામ
રાજસી બ્રહ્મપુત્ર નદી, શાનદાર પહાડો, તેની સમૃદ્ધ વનસ્પતિ અને જીવોની સાથે રાજ્ય દરેક પર્યટક માટે સ્વર્ગ છે. 1250 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું માજુલી એશિયાનો સૌથી મોટો ટાપુ છે. પોતાની પરંપરા અને જીવંત સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. મિસિંગ કે મિશિંગ જનજાતિનું ઘર, માજુલી પાણીથી ઘેરાયેલા ગામની સુંદરતા માણવાની જગ્યા છે.
મણિપુર
મણિપુરમાં કિબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન દુનિયાનું એક માત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. મણિપુર પોતાની રાસલીલા અને મણિપુરી માટે દેશમાં પ્રસિદ્ધ છે. તે રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે.
જળધોધો, ઝરણાંઓ, નદીઓ, 9 ઉપ-હિમાલયી પર્વતમાળાઓથી ઘેરાયેલા સદાબહાર જંગલોની કુદરતી સુંદરતાથી ભરપુર દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મણિપુર પોતાની સૌથી શાનદાર સાદગી સાથે સુંદર અને શાંત છે. સુખદ જળવાયુ લોકતક સરોવર, સેંદ્રા ટાપુ, આઇએનએ મેમોરિયલ, કિબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્યના મુખ્ય આકર્ષણ સ્થળો છે.
મિઝોરમ
મિઝોરમ પૂર્વોત્તર ભારતના સોંગબર્ડ તરીકે જાણીતું છે. તે ભારતના સૌથી નાના રાજ્યોમાંનું એક છે. મિઝોરમ મધ્યમ જળવાયુ ગરમીઓ દરમિયાન આરામદાયક હોય છે. રાજ્યની વિશાળ સંસ્કૃતિ અને ભવ્ય તહેવારોમાં એક અનોખુ આકર્ષણ જોવા મળે છે. મિઝોરમના આખા વિસ્તારમાં ફેલાયેલી ગાઢ હરિયાળી અને 21 પહાડો શ્રેણીઓ તમને એક અલગ દુનિયામાં લઇ જવા માટે નિશ્ચિત છે. મિઝોરમમાં પ્રવેશ કરવા માટે એક ઇનર લાઇન પાસની જરૂર પડે છે. મિઝોરમ તમને સુંદર લીલાછમ પરિવેશમાં બહારની ગતિવિધિઓની સાથે એક શાંત વાતાવરણ પ્રદાન કરે છે. જે તમને શાંતિપૂર્ણ પ્રકૃતિની નજીક રાખે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો