વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ

Tripoto
Photo of વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ 1/1 by Romance_with_India

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ જ કારણ છે કે આ દેશ આખું વર્ષ ખુશીઓથી ભરેલો રહે છે. ભિન્ન ભાષા અને ક્ષેત્ર હોવા છતાં, શ્રદ્ધા દરેકને એક જ છત હેઠળ લાવે છે. નવરાત્રી એ આસ્થાનો ઉત્સવ છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગલી-ગલીમાં દેવી દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામા આવે છે. રાત્રે ક્યાંક વાર્તા કહેવામાં આવે તો ક્યાંક ભજન ગાવામા આવે છે અને અમુક સ્થળોએ તો માતાજી ની ઝાંખી બતાવવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ તહેવાર વિશે વિચારીએ છીએ, ત્યારે તેને વધુ ખાસ બનાવવા ખોરાક વિશે ચોક્કસપણે વિચાર કરીએ છીએ. લોકો આ નવ દિવસ શાકાહારી બની જાય છે. કેટલીક જગ્યાએ ડુંગળી અને લસણ ખાવાનું પણ બંધ કરી દે છે. આવી સ્થિતિમાં એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને થાળી તૈયાર કરવામાં આવી છે. જેઓ વ્રત રાખે છે તેમના માટે ખાસ છે. તો ચાલો અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ કે જ્યાં તમે આ વખતે નવરાત્રીનો સ્વાદ ચાખી શકો છો!

1. ગુલાટી રેસ્ટોરન્ટ

Credit : Whatsapp Life

Photo of Delhi, India by Romance_with_India

સૌથી પહેલાં ચાલો આપણે રાજધાની દિલ્હી જઈએ. અહીં ઘણી રેસ્ટરન્ટ્સ અને હોટલો છે જ્યાં નવરાત્રીના દિવસોમાં ખાસ થાળી બનાવવામાં આવે છે. આ પ્લેટમાં એટલો સ્વાદ છે કે તમારું મન ખીલી ઉઠશે. એમ તો એવું કહેવામાં આવે છે કે ખોરાક કોઈપણ લઈ લેવો જોઈએ. અને એ સાચું પણ છે કે સારા ખાવાથી સારા વિચારો આવે છે. આ થાળીમાં અનેક પ્રકારની વાનગીઓ અને પકવાન છે જે ડુંગળી અને લસણ વિના બનાવવામાં આવે છે. અહીં એક પ્લેટની કિંમત ₹ 800 છે અને બે પ્લેટો ₹ 1200 મા ઉપલબ્ધ છે. પાંડારા રોડ પર આવેલ ખાણીપીણીની આ વિશેષ થાળીમાં પાપડ, સાબુદાણા ટીકી, ચોખા, કટ્ટૂ પુરી, પરાઠા, રાયતા, એક મીઠાઈ અને ફ્રુટ સલાડ હોય છે.

સરનામું: પાંડારા રોડ માર્કેટ, નવી દિલ્હી.

2. સ્વાદ, દેશ-વિદેશનો

Credit : Swad

Photo of New Delhi, Delhi, India by Romance_with_India

દિલ્હીમાં બીજી એક જગ્યા છે જ્યાં નવરાત્રી પ્રમાણે ચાટ બનાવવામાં આવે છે. તેનું નામ સ્વાદ છે. સ્વાદના આ ભવ્ય નવરાત્રી મેનૂમાં તમારા માટે તંદુર ફળની ચાટ થાળી, મીઠા બટાકાની ચાટ ઉપલબ્ધ છે. આ સિવાય હરિયાળી પનીર ટીક્કા, સાબુદાણા, કાજુ કટલેટ અને કેળા કોફ્તે જેવી વાનગીઓ આ થાળીમાં શામેલ છે. આ પ્લેટમાં સાથે ખીર અને સીતાફળનો હલવો મીઠાઈ તરીકે છે. આ બધું સાંભળીને તે ખૂબ સારું લાગે છે, તો વિચારો કે જો તમે તમારી સામે હશે, તો શું તમે તમારી જાતને રોકી શકશો? ડુંગળી અને લસણને લીધે ડરતા લોકોએ હળવા થવું જોઈએ કારણ કે આ પ્લેટમાં લસણ અને ડુંગળીનું નામ પણ નથી. તમે આ થાળીનો સ્વાદ ₹555 માં મેળવી શકો છો.

સરનામું: ચિરંજીવી ટાવર, નહેરુ પ્લેસ, નવી દિલ્હી.

3. ઈમ્પરફેકટો શોર

Credit : Imperfacto

Photo of વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ by Romance_with_India

એમ તો કાફે ચાઈનીઝ ફૂડ અને ડ્રીંક માટે જાણીતા છે. પરંતુ દિલ્હીમાં એક કેફે છે જે નવરાત્રીમાં એકદમ સ્વદેશી બની જાય છે. ઇમ્પરફેક્ટો શોર કાફેમાં, તમને આ વિશેષ વાનગીમાં આલુ ટામેટાનુ શાક, સાબુદાણાની ખીચડી, કુટુ રોટલી, કાકડી રાયતા અને સામક ખીર પીરસવામા આવશે. અન્ય સ્થાનોની જેમ, તેમને પણ ડુંગળી-લસણથી દૂર રાખવામાં આવ્યા છે. આ કાફે વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે તે 24 કલાક ખુલ્લુ રહે છે. જો તમારે કેફેમાં નવરાત્રીની વિશેષ પ્લેટનો સ્વાદ ચાખવો હોય તો ઇમ્પરફેક્ટો શોર કાફે પર આવો. આ પ્લેટની કિંમત ₹ 390 છે.

સરનામું: હોટલ પ્રાઇડ પ્લાઝા, એરોસિટી, નવી દિલ્હી.

4. મહારાજા ભોગ

Credit : Just Dial

Photo of Mumbai, Maharashtra, India by Romance_with_India

મુંબઈ વિશે એવું કહેવામાં આવે છે કે આ શહેર હંમેશા ફરતું રહે છે, તે ક્યારેય અટકતું નથી. છતાં દરેક ભારતીય આસ્થા ની વાત આવે ત્યા અટકી જ જાય છે, મુંબઈ પણ. નવરાત્રિ અહીં પણ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. એમા પણ આ ખાસ પ્લેટ નવરાત્રીને વિશેષ બનાવે છે. આવી જ નવરાત્રી પ્લેટ મુંબઈના મહારાજા ભોગમાં તૈયાર કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ શાકાહારી ખોરાક માટે ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રીની વિશેષ પ્લેટનો સ્વાદ લેવા તમે મુંબઇમા અહિ જઈ શકો છો, જેમાં ફરાળી પટ્ટીઓ, રાજગીરાની પુરી, પનીર, ચિપ્સ અને અન્ય પ્રકારની વાનગીઓ શામેલ છે. મહારાજા ભોગમાં નવરાત્રી થાળી ઉપરાંત ઉપવાસ થાળી પણ મળે છે.

સરનામું: લોઅર પરેલ, ઇનોર્બિટ મોલ મલાડ, જુહુ અને હિરાનંદની ગાર્ડન, પવઈ.

5. પ્રવાસ

Credit : Curly Tales

Photo of વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ by Romance_with_India

પ્રવાસ રેસ્ટોરન્ટ ગુજરાતી ભોજન માટે પ્રખ્યાત છે. પરંતુ આ વખતે પ્રવાસ રેસ્ટોરન્ટ નવરાત્રી માટે ખાસ થાળી શરૂ કરવા જઈ રહ્યુ છે. તમે અહીં સિંગારા મસાલા, કુટ્ટી ઢોકળા, રાજગિરિ સેવનો સ્વાવાદ ખૂબ આનંદથી મેળવી શકો છો. આ ઉપરાંત, આલૂ નુ ચિપ્સ વાલો શાક, કેળા નૂ શાક અને ડૂડી નૂ શાક પણ અહીં જોવા મળશે. તમને આ રેસ્ટોરન્ટ એટલે પણ ગમશે કારણ કે થાળીનું શણગાર જોઈને તમને આનંદ થશે.

સરનામું: કમલા મિલ્સ, લોઅર પરેલ, મુંબઇ.

6. ફર્જી કાફે

Credit : Vrgrtarian Foodie

Photo of વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ by Romance_with_India

ફર્જી કાફે થોડો ક્રેજી કાફે છે. નામ પરથી તો એવું બિલકુલ નહીં જ લાગે કે અહીં નવરાત્રિ માટે કંઈક મળશે. પરંતુ તમે અહીંના મેનૂના પ્રેમમાં પડશો. અહીં તમારા માટે આવી કેટલીક વાનગીઓ છે જેનો સ્વાદ ચાખીને તમે આ નવરાત્રીને યાદગાર બનાવશો. અહીં તમને કાકડી કુંવાર સાથે સાગો ક્રોક્વેટ્સ મળશે. આ સિવાય અમરનાથ પોપ, ફરાળી પેટીઝ, લીંબુ મરચાં ક્રીમ અને તંદૂરી સ્વીટ બટાકા પણ છે. અહીં મસાલા સાબુદાણાની ખીચડી સાથે કોથમીર કરી, સિંઘાડા પુરી પણ મળશે. ફાસ્ટેડ બટેટા પનીર, સિંઘડા સાથે દહીં, અમરનાથ મસાલા અને જુવાર્ની રોટી પણ પીરસે છે. આ બધી વાનગીઓ કોઈપણને લલચાવવા માટે પૂરતી છે. પોપકોર્ન પન્ના કત્થા, કુટુ બિસ્કટ અને મખાને ખીર પણ ઉપલબ્ધ છે. આ બધું સાંભળીને મો મોં મા પાણી આવી રહ્યુ છે ને? તો તૈયાર થઈ જાઓ આ નવરાત્રીને વિશેષ બનાવવા.

7. હાંડી રેસ્ટોરન્ટ

Credit : Maya Group Future

Photo of Jaipur, Rajasthan, India by Romance_with_India

રાજસ્થાનમાં નવરાત્રિ, રાજસ્થાની પકવાન વિના આનંદપ્રદ ન હોઈ શકે. આ માટે સૌથી ખાસ સ્થાન છે જયપુરની હાંડી રેસ્ટોરન્ટ. રાજસ્થાનમાં દાળ-બાટી-ચુરમા સૌથી પ્રખ્યાત ખોરાક છે. બાટી આકારમાં ખૂબ નાનો છે, જે લોટથી બને છે. જેને ઘી અને દાળ સાથે પીરસવામા આવે છે. ચુરમુ એક મીઠી વાનગી છે. જે ખાંડ અને ઘી નાખીને બાટી સાથે ખાવામાં આવે છે. જયપુરમાં હાંડી રેસ્ટોરન્ટ એ સ્થાનોમાંથી એક છે જે શ્રેષ્ઠ ખોરાક આપે છે. જયપુરમાં નવરાત્રીમાં દાળ બાટી ચુર્માનો ચોક્કસપણે સ્વાદ લેવો જોઈએ.

સરનામું: એમઆઈ રોડ, વૈશાલી નગર, જયપુર.

8. સાગર રત્ન

Credit : Sagar Ratna

Photo of વિવિધતામાં એકતા! સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ by Romance_with_India

જો તમે નવરાત્રી દરમિયાન જયપુરમાં હોવ તો ચોક્કસપણે સાગર રત્ન રેસ્ટોરન્ટની મુલાકાત લો. અહીં તમે નવરાત્રીનો ઉત્તમ સ્વાદ મેળવી શકશો. તમને અહીં ઘણી પ્રકારની વાનગીઓ મળશે જે તમને સંતોષ આપશે. તમને અહીં દક્ષિણ ભારતીય ભોજન પણ મળશે. અહીં ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીયની મિશ્રિત પ્લેટ તૈયાર કરવામાં આવે છે અને ઉપવાસ માટે એક અલગ પ્લેટ તૈયાર કરવામાં આવે છે.

સરનામું: સુભાષ માર્ગ, બગડિયા ભવન, જયપુર.

9. મેસ્ટિક મેલેંજ બાય ચેરિશ

દિલ્હીનું મેસ્ટિક મેલેંજ બાય ચેરિશ રેસ્ટોરન્ટ એક ખૂબ જ સારુ મેનૂ આપે છે જે તમારા સ્વાદને જ નહીં મન ને પણ સારું લાગશે. અહીં મજાનુ શાકાહારી ભોજન ઉપલબ્ધ છે. ડુંગળી અને લસણ પણ આ રેસ્ટોરાંમાંથી નવરાત્રી દરમિયાન ગાયબ થઈ જાય છે. આ મેનૂમાં નવરાત્રીના દિવસોમાં સાબુદાણા ટીકીઝ, બટાકાની ગ્લોટીસ, કાચા કેળા અને પનીરના શેલ હોય છે. આ ઉપરાંત પનીર મેથી મલાઈ, દહી આલૂ, કઢી ભાત પણ શામેલ છે. તમને મીઠાઈ માટે કડ્ડુ ના હલવા અને સાબુદાણા ચિરૌંજી ખીર પણ મળે છે. તમને આ વિશેષ પ્લેટ https://sagarratna.in/700 રૂપિયામાં મળશે.

સરનામું: અશોક વિહાર, ફેસ ટુ, નવી દિલ્હી.

10. ચેટર હાઉસ

ચેટર હાઉસ પર નવરાત્રીનો બીજો એક જબરદસ્ત મેનૂ ઉપલબ્ધ છે. અહીં તમને એવી પ્લેટ મળશે જેમાં દરેક વાનગી વિશેષ અને સ્વાદિષ્ટ હોય. તેમાં સ્ટ્રોબેરી લસ્સી, કાચા કેળાની કટલેટ, બટાકાની ભાજી, મખાણી ખીર અને ફ્રૂટ સલાડનો સમાવેશ થાય છે. આ સિવાય તમે અહીં નવરાત્રી સ્પેશિયલ બર્ગર સ્લાઇડર્સનો પણ પ્રયાસ કરી શકો છો. તમને નવરાત્રિની આ વિશેષ પ્લેટ ₹ 325 માં મળશે.

સરનામું: ખાન માર્કેટ, નહેરુ પ્લેસ, નવી દિલ્હી.

તો પછી તમે આ 9 દિવસનો તહેવાર કોઈપણ રીતે ઉજવો, કે પછી ન પણ ઉજવો, પરંતુ તમે આ સ્વાદિષ્ટ સ્વાદની મજા તો લઇ જ શકો છો.

તમે તમારા ફોન પર મુસાફરી સંબંધિત મનોરંજક માહિતી અને પ્રેરણા પણ મેળવી શકો છો. ફક્ત અમને 9599147110 પર WhatsApp મા HI મોકલો અને અમે તમને દરરોજ સફરનામા અને વધુ માહિતી મોકલીશું.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads