સાડી શોપિંગનો બેસ્ટ અનુભવ કરવા પહોંચી જાવ ભારતના આ શહેરોમાં!

Tripoto

કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ તો બધા જ લોકો ત્યાંથી યાદગીરી સ્વરૂપે કઈકને કઈક નાની-મોટી ખરીદી કરતાં હોય છે. પણ ભારતના અમુક શહેરો એવા છે જે સ્ત્રીઓ માટે સ્વર્ગ-સમાન સાબિત થઈ શકે તેમ છે કારણકે અહીં ભારતની બેસ્ટ સાડી મળે છે! મારો અંગત અનુભવ છે કે આ શહેરોમાં સાડીની એટલી બધી અદભૂત વેરાઇટીઝ મળે છે કે અડધો કે આખો દિવસ ખરીદી કરવામાં પસાર થઈ જશે અને તમને તેનો ખ્યાલ પણ નહિ રહે!

Photo of India by Jhelum Kaushal

ખૂબ જ સારા કાપડની, અનોખી ડિઝાઇન્સ ધરાવતી રંગબેરંગી સાડીઓની ખરીદી એ કોઈ પણ સ્ત્રી માટે સૌથી મનગમતી વાત હશે તેવું કહી શકાય. એવામાં તમને એક જ સ્થળે રૂ 500 થી માંડીને 25,000 રૂ સુધીની સાડીઓની અઢળક વેરાઇટીઝ જોવા મળે તો???

એટલે ભારતના આ શહેરોની મુલાકાત લો ત્યારે એક દિવસ શોપિંગ માટે અલાયદો રાખવાનું ન ભુલશો!

વારાણસી:

બનારસી સિલ્કના સૌ કોઈ પ્રશંસક હોય છે. વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે એટલે ડર વર્ષે લાખો હિન્દુઓ બનારસના પ્રવાસે જાય છે. આ ધાર્મિક સ્થળ શોપિંગ-લવર્સ માટે પણ સ્વર્ગ સમાન છે કારણકે બનારસી સિલ્કમાંથી બનેલી અહીં ખૂબ સારી સાડી મળે છે. વારાણસીનો પ્રવાસ કરો તો સૌ સ્ત્રીઓને સ્વાભાવિક રીતે જ બનારસી સાડીનું આકર્ષણ હોય છે. અહીં ફિક્સ રેટ સ્ટોરમાંથી ખરીદી કરવી હિતાવહ છે કારણકે અન્ય નાની-મોટી દુકાનોમાં છેતરાવાનો ભય રહે છે.

Photo of Varanasi, Uttar Pradesh, India by Jhelum Kaushal

ચેન્નાઈ

ભારતના ચાર મુખ્ય મહાનગરોમાં ચેન્નાઈનું સ્થાન છે. આ શહેરમાં તમને ખૂબ વ્યવસ્થિત સિલ્ક સાડી પહેરીને, માથામાં વેણી નાખીને કામ કરવા જતી કેટલીય વર્કિંગ વૂમન જોવા મળશે. આવી સુંદર સિલ્ક સાડીના ચેન્નાઈમાં પુષ્કળ શોરૂમ આવેલા છે. તમામ પ્રકારની કિંમત અને ડિઝાઇનની સાડીઓ અહીં ઉપલબ્ધ છે. આખરે પ્યોર સિલ્કની આકર્ષક કાંજીવરમ સાડી એ કોઈ સ્ત્રીને ન આકર્ષે તો જ નવાઈ!

Photo of Chennai, Tamil Nadu, India by Jhelum Kaushal

બેંગલોર

બેંગલોર આજે ભલે ભારતનું સિલિકોન વેલી કહેવાતું હોય, પણ આ શહેરએ પોતાની ટ્રેડિશનલ કન્નડ શૈલી બહુ બખૂબી સાચવી છે. શોપિંગ માટે અત્યાધુનિક મોલ્સની સાથે બેંગલોર શહેરમાં સાડીઓની દુકાન/ શોરૂમની પણ ખાસ મુલાકાત લેવી જોઈએ. અહીં પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીની ખૂબ સુંદર સાડીઓ મળે છે.

હૈદરાબાદ

બેંગલોરની જેમ હૈદરાબાદ પણ ભારતનું IT હબ છે. સદીઓથી આ શહેર નવાબના કબજામાં હોવાથી જુના હૈદરાબાદમાં સ્વાભાવિક રીતે જ મુઘલ કલ્ચર જોવા મળે છે. પણ તેનાથી અહીં સાડીઓનું મૂલ્ય દોરાવાર પણ ઓછું થતું નથી. દ્રવિડ પરંપરા હજુયે જીવંત છે. દક્ષિણ ભારતના તમામ પ્રસિદ્ધ સાડી શોરૂમના આઉલેટ્સ હૈદરાબાદમાં હાજર છે. આખો દિવસ રામોજી ફિલ્મસિટી ફરીને થાકી ગયા હોવ તો બીજા દિવસે હૈદરાબાદ કે સિકંદરાબાદની સાડી બજારમાં આંટો મારો, ખૂબ મજા આવશે.

Photo of Hyderabad, Telangana, India by Jhelum Kaushal

પૂણે

મહારાષ્ટ્રની વિશેષતા પુણેરી કે પૈઠની સાડી માટે પૂણે એક આદર્શ શહેર છે. આ શહેર કોસ્મો-પોલિટન જરુર છે, પણ પોતાના મરાઠી કલ્ચરને નથી ભૂલ્યું. મરાઠી સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવતી અહીંની પરંપરાગત સાડીની ખરીદી કરવા પૂણેમાં અઢળક વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાડીઓ સૌથી લોકપ્રિય એવી કાંજીવરમ કરતાં કઈક જુદી શૈલીમાં બનેલી હોય છે એટલે ઘણી યુનિક પણ લાગે છે.

Photo of Pune, Maharashtra, India by Jhelum Kaushal

અમદાવાદ

એક સમયમાં એશિયાનું માન્ચેસ્ટર હતું આ શહેર! ભારતમાં કોટન કાપડ ઉદ્યોગની વાત આવે ત્યાં સૌથી પહેલું નામ અમદાવાદનું લેવાય! કોટનની સાડી અહીં ખૂબ સારી મળે છે. આમ તો અહીં તમામ પ્રકારના કાપડની અગણિત વિવિધતા જોવા મળશે. પશ્ચિમ અમદાવાદના આધુનિક શોરૂમ હોય કે પૂર્વ અમદાવાદની વર્ષો જૂની પોળ, અમદાવાદમાં શોપિંગ કરવાની મજા જ જુદી છે! વળી, સિલ્કની વાત કરીએ તો જેતપુર, જામનગર જેવા શહેરોની જગ-વિખ્યાત બાંધણી પણ તમને અહીં મળી રહેશે.

આ ઉપરાંત કલકત્તાની સાડી, જયપુરની લ્હેરીયા ડિઝાઇનની સાડી કે પછી કચ્છી ભરત કરેલા પોશાક પણ ખૂબ નામનાં ધરાવે છે. ભારતમાં નાના-મોટા અનેક શહેરોમાં ખૂબ સારી કક્ષાની સાડીઓ બનતી હશે જેની કદાચ મને જાણ નહિ હોય. તમે આવા જ કોઈ ‘સાડી-સ્પેશિયલ’ શહેર વિષે જાણતા હોવ તો કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads

Related to this article
Things to Do in India,Places to Stay in India,Places to Visit in India,India Travel Guide,Weekend Getaways from Varanasi,Places to Visit in Varanasi,Places to Stay in Varanasi,Things to Do in Varanasi,Varanasi Travel Guide,Places to Visit in Uttar pradesh,Places to Stay in Uttar pradesh,Things to Do in Uttar pradesh,Uttar pradesh Travel Guide,Weekend Getaways from Chennai,Places to Stay in Chennai,Places to Visit in Chennai,Things to Do in Chennai,Chennai Travel Guide,Places to Visit in Tamil nadu,Places to Stay in Tamil nadu,Things to Do in Tamil nadu,Tamil nadu Travel Guide,Weekend Getaways from Bangalore urban,Places to Stay in Bangalore urban,Places to Visit in Bangalore urban,Things to Do in Bangalore urban,Bangalore urban Travel Guide,Places to Visit in Karnataka,Places to Stay in Karnataka,Things to Do in Karnataka,Karnataka Travel Guide,Weekend Getaways from Hyderabad,Places to Visit in Hyderabad,Places to Stay in Hyderabad,Things to Do in Hyderabad,Hyderabad Travel Guide,Places to Visit in Telangana,Things to Do in Telangana,Telangana Travel Guide,Weekend Getaways from Pune,Places to Visit in Pune,Places to Stay in Pune,Things to Do in Pune,Pune Travel Guide,Places to Visit in Maharashtra,Places to Stay in Maharashtra,Things to Do in Maharashtra,Maharashtra Travel Guide,Weekend Getaways from Ahmedabad,Places to Visit in Ahmedabad,Places to Stay in Ahmedabad,Things to Do in Ahmedabad,Ahmedabad Travel Guide,Places to Visit in Gujarat,Places to Stay in Gujarat,Things to Do in Gujarat,Gujarat Travel Guide,