ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા

Tripoto
Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

વરસાદની સીઝન મોટાભાગના લોકોને પસંદ આવે છે. ઘણાં લોકો આ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. જેથી સુંદર જગ્યાઓ પર જઇને આકાશમાંથી પડતા વરસાદના ટીપાંને એન્જોય કરી શકે. આમ કરવાથી મનને શાંતિ મળે છે અને કામકાજનો થાક પણ દૂર થાય છે. જો કે વરસાદની સીઝનમાં કેટલીક જગ્યાએ જવાનું રિસ્કી હોઇ શકે છે. આવી જ કેટલીક જગ્યાઓ અમે અહીં તમને જણાવીશું.

1. ઉત્તરાખંડ (Uttarakhand)

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

દેવભૂમિ ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુમાં આકર્ષક હોય છે. ચારેબાજુ હરિયાળી જોવા મળે છે. પરંતુ વરસાદની સીઝનમાં અહીં ટ્રાવેલ કરવાથી બચવું જોઇએ. તેની પાછળનું કારણ છે વરસાદ, વાદળ ફાટવા, લેન્ડ સ્લાઇડિંગ, ઝાડ પડવા. લેન્ડ સ્લાઇડિંગના કારણે તો તમે ઘણાં દિવસો સુધી ફસાઇ પણ શકો છો.

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

ઉત્તરાખંડમાં લોક જિમ કોર્બેટ નેશનલ પાર્ક જતા હોય છે. પરંતુ અહીં જુલાઇથી ઓગસ્ટ દરમિયાન ઘણો વરસાદ થાય છે જેના કારણે તમે સફારી અને રિવર રાફ્ટિંગ જેવી એક્ટિવિટીઝ એન્જોય નહીં કરી શકો. જો કે જો તમે આ બધી એક્ટિવિટીઝ ન કરવા માંગો તો હોટલના રૂમમાંથી વરસાદને એન્જોય કરી શકો છો. આ ઉપરાંત લોકો ઋષિકેશમાં વોટર એક્ટિવિટીઝ કરતાં હોય છે. પરંતુ ચોમાસામાં ગંગા નદીમાં પાણીનું લેવલ વધી જાય છે તેથી તમારે આનાથી દૂર રહેવું જોઇએ.

2. આસામ (Assam)

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

નોર્થ ઇસ્ટ ભારતનું સૌથી સુંદર રાજ્ય છે આસામ. પરંતુ ચોમાસામાં અહીં પૂર આવે છે. આ વખતે તો ભારે પૂર આવ્યું છે. ત્યારે આસામ જવું સુરક્ષિત નથી. જુલાઇમાં આસામમાં દર વર્ષે પૂર આવતું જ હોય છે. વરસાદ અને પૂરના કારણે ઘણી જગ્યાઓ ટૂરિસ્ટ માટે બંધ કરી દેવામાં આવે છે. અહીં ફરવું હોય તો ઓગસ્ટમાં જઇ શકાય છે. ત્યારે અહીં વરસાદ પણ નથી હોતો અને કાઝિરંગા નેશનલ પાર્ક પણ ખુલી જાય છે.

3. ચેન્નઇ (Chennai)

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

ચોમાસાનો વરસાદ દક્ષિણ ભારતને રાહત આપવાનું કામ કરે છે. આવામાં ઘણાં લોકો દક્ષિણ ભારતમાં હરિયાળી અને સુંદરતાનો આનંદ ઉઠાવવા માટે ચેન્નઇનો ટ્રિપ પ્લાન કરી લે છે. તામિલનાડુમાં ઘણી જગ્યાઓ ફરવા માટે સારી છે. પરંતુ અહીં ચોમાસાના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે હોટલના રૂમમાં જ બંધ રહેવું પડી શકે છે. તેથી જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે તમિલનાડુ ન જતાં.

4. સિક્કિમ (Sikkim)

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

ચોમાસાનો વરસાદ એન્જોય કરવા માટે કેટલાક લોકો પહાડો પર જવાનું પસંદ કરો છો. આવા સંજોગોમાં નૉર્થ-ઇસ્ટના સુંદર ડેસ્ટિનેશન સિક્કિમનું નામ પણ ઘણાં લોકોના લિસ્ટમાં સામેલ રહે છે. સિક્કિમ ઘણું જ સુંદર રાજ્ય છે. અહીં લોકો ટ્રેકિંગ કરવા જાય છે. પરંતુ ચોમાસામાં ટ્રેકિંગ કરવાથી બચવું જોઇએ. તમે અહીંની ગલીઓમાં ફરી શકો છો. પરંતુ ટ્રેકિંગના મૂડથી અહીં જવા માંગો તો બિલકુલ ન જશો. વરસાદના કારણે તે ખતરનાક હોઇ શકે છે.

5. મુંબઇ (Mumbai)

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

માયાનગરી નામથી જાણીતા મુંબઇની ચકાચોંધ છેવટે કોને પસંદ ન આવે. પરંતુ વરસાદમાં મુંબઇમાં ફરવું તમારા માટે કડવો અનુભવ બની શકે છે. મુંબઇમાં વરસાદની સીઝનમાં ઘણો વરસાદ પડે છે. અહીં ફરવા જવાથી બચવું જોઇએ, કારણ કે તમારા મૂડને ખુશ કરવાના બદલે વધારે ખરાબ કરી દેશે. અહીં દરેક જગ્યાએ જળભરાવ અને જામ તમને પરેશાન કરી શકે છે. જો કે મહારાષ્ટ્રની કેટલીક જગ્યાઓ પર તમે ફરવા જઇ શકો છો. જેમકે લોનાવાલા, મહાબળેશ્વર. તમે આ મોસમમાં ટ્રાવેલ કરી શકો છો.

કલિમ્પોંગ-

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

વેસ્ટ બંગાળમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. જુલાઇ મહિનામાં અહીં ઘણો વરસાદ થાય છે. આમ તો વરસાદની સીઝનમાં આ જગ્યા ઘણી સુંદર હોય છે પરંતુ બાગડોગરાથી કલિમ્પોંગ જતી વખતે એવી ઘણી જગ્યાઓ આવે છે જ્યાં લેન્ડસ્લાઇડ થવાનું જોખમ ઘણું વધારે રહે છે. ત્યારે જુલાઇમાં અહીં આવવું તમારા માટે ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે. કલાકો સુધી જામમાં ફસાઇ રહેવું પડી શકે છે. અહીં આવવાનો સૌથી સારો મહિનો ડિસેમ્બર છે. આ સમયગાળા દરમિયાન અહીં ભીડ ઘણી ઓછી રહે છે અને હવામાન પણ સારુ રહે છે.

હિમાચલ પ્રદેશ –

પહાડોમાં ચોમાસા દરમિયાન લેન્ડસ્લાઇડ એક રોજની વાત છે. તેમ છતાં લોકો મોનસુનમાં પહાડો પર ફરવાનો પ્લાન બનાવે છે. પહાડોમાં લેન્ડસ્લાઇડ દરમિયાન કોઇની મદદ વગર કલાકો સુધી જામમાં ફસાઇ રહેવું પડે છે. અહીંનું ધર્મશાલા એક મુખ્ય અને દર્શનીય સ્થળ છે. આ શહેર અલગ-અલગ ઉંચાઇએથી ઉપરના અને નીચેના ભાગોમાં વહેંચાયેલું છે. નીચેનું ડિવિઝન ધર્મશાલા અને ઉપરનું ડિવિઝન મેક્લોડગંજના નામથી જાણીતું છે. પરંતુ તમને જણાવી દઇએ કે અહીં સૌથી વધુ વરસાદ થાય છે. ચોમાસામાં અહીં લગભગ 130mm વરસાદ થાય છે. વરસાદમાં અહીં આવવામાં જોખમ છે કારણ કે ગમે ત્યારે લેન્ડસ્લાઇડ થઇ શકે છે. હિમાચલમાં મનાલી પણ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. મનાલીમાં જોગણી ફોલ, રોહતાંગ પાસ, સેઠન ગામ અને સોલંગવેલી જેવી ફેમસ જગ્યાઓ પર કાયમ પર્યટકોની ભીડ રહે છે. પરંતુ ચોમાસુ અહીં તમારા માટે જીવલેણ બની શકે છે. કારણ કે વધારે વરસાદ અને વાદળ ફાટવાના બનાવો મનાલીમાં પણ બને છે. અહીં જુલાઇના અંતમાં વરસાદ વધારે હોય છે.

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

ભારતમાં ડેલહાઉસી મીની સ્વિટ્ઝરલેન્ડના નામે ઓળખાય છે. આ એક એવી જગ્યા છે જે ઠંડીના સમયે બરફથી ઢંકાયેલી રહે છે. પરંતુ ચોમાસા દરમિયાન અહીં જવાનું મુસીબત બની શકે છે. તમને જણાવી દઇએ કે અહીં પહોંચવા માટે બસથી મુસાફરી કરવી હોય તો એક તરફ રોડ અને બીજી બાજુ ઉંડી ખીણ હોય છે. ત્યારે વરસાદમાં મુસાફરી કરવી ભારે પડી શકે છે.

રણથંભોર

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

જુલાઇ મહિના સુધી રણથંભોરમાં પણ મૉનસૂન આવી જાય છે. જેના કારણે જુલાઇમાં રણથંભોર નેશનલ પાર્કને બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન તમારે અહીં ભેજની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રણથંભોર જવાનો સૌથી સારો સમય ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાનો છે.

ગોવાની ટ્રિપ

Photo of ચોમાસામાં આ જગ્યાઓ પર જવાની ભૂલ ન કરતાં, બગડી શકે છે મજા by Paurav Joshi

આમ તો ગોવાની વસતી ઘણી ઓછી છે. પરંતુ દેશનું ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હોવાના કારણે આખુ વર્ષ અહીં પ્રવાસીઓનો જમાવડો રહેતો હોય છે. આવામાં ભીડભાડથી દૂર રહેવા માટે કેટલાક લોકો ગોવા ફરવાનો પ્લાન બનાવે છે. પરંતુ ચોમાસામાં ગોવામાં દરિયો ગાંડોતૂર બને છે મોજા પણ ઉંચા ઉછળે છે. દરિયો ગંદો પણ થઇ જાય છે. તેથી ચોમાસામાં ગોવા ન જાઓ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads