ભારત ધર્મ, સંસ્કૃતિ અને ધ્યાન માટે જાણીતું છે. તેના આધ્યાત્મિક વાતાવરણે યોગીઓ, સાધકો અને સંશોધકોને આકર્ષ્યા છે. જો તમે ભારતમાં ફરવાનું વિચારી રહ્યા છો અને બજેટને લઈને ચિંતિત છો, તો તમને જાણીને આનંદ થશે કે કેટલાક આશ્રમ એવા છે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો અને ખાવાની સુવિધા પણ મેળવી શકો છો.
આપણા ઘણા ભાઈઓ એવા હશે જેમને રહેવા અને જમવાની સગવડ માટે માત્ર વીઆઈપી અને મોંઘી હોટલો જ પસંદ હશે અને કેટલાક ભાઈઓ એવા હશે કે જેઓ પ્રવાસ દરમિયાન માત્ર સાદગી અને આધ્યાત્મિકતા પર જ ધ્યાન આપે છે. જો તમે પણ આવો અનુભવ કરવા માંગતા હોવ તો આ 8 આશ્રમોથી વધુ સારી જગ્યા કોઈ નથી.
Vipassana International Academy, Maharashtra (વિપશ્યના ઇન્ટરનેશનલ એકેડમી, મહારાષ્ટ્ર)
વિપશ્યના આશ્રમ એ ભારતના 8 શ્રેષ્ઠ આશ્રમોમાંનો એક છે, આ આશ્રમ ઇગતપુરી, જિલ્લા નાસિકમાં છે જે મહારાષ્ટ્રમાં છે. તે મ્યાનમારમાં લોકપ્રિય વિપશ્યનાની બૌદ્ધ ધ્યાન તકનીક શીખવવા માટેની સંસ્થા છે. શ્રી સત્ય નારાયણ ગોએન્કા વિપશ્યનાના મુખ્ય શિક્ષક છે જેમણે સયાગી યુ બા ખિન પાસેથી બુદ્ધનો અભ્યાસ કર્યો હતો. આ આશ્રમમાં દર વર્ષે 1 લાખથી વધુ લોકો વિપશ્યનાનું શિક્ષણ લે છે.
ઇગતપુરી સંસ્થાનની શરૂઆત લગભગ 1969 માં કરવામાં આવી હતી જેમાં 600 થી વધુ લોકો માટે રહેવાની વ્યવસ્થા છે અને સાધુઓ માટે અલગ સુવિધાઓ પણ છે.
ઇગતપુરીમાં પેગોડા એક ધ્યાન કેન્દ્ર છે જ્યાં વ્યક્તિ ધ્યાન માટે અરજી કરી શકે છે અને શિવાલયની શોધમાં એટલે કે પરમાત્માની શોધમાં સમય પસાર કરી શકે છે.
જો તમે પણ Vipassana International Academy Maharashtraમાટે પોતાની સીટ બુક કરવા માંગો છો તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ શકો છો. https://www.maharashtratourism.gov.in/dhamma-giri-vipassana-international-academy
Swami Dayanada Ashram Rishikesh Uttarakhand (સ્વામી દયાનંદ, આશ્રમ ઋષિકેશ, ઉત્તરાખંડ)
સ્વામી દયાનંદ આશ્રમ ભારતના 8 શ્રેષ્ઠ આશ્રમોમાંથી એક છે. સ્વામી દયાનંદ આશ્રમની શરૂઆત 1960માં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી. સ્વામી દયાનંદ ગિરી પ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક શિક્ષક પણ રહી ચૂક્યા છે અને 1991માં માનનીય નરેન્દ્ર મોદી ઋષિકેશ આવ્યા અને તેમની પાસેથી વેદાંતનું જ્ઞાન લીધું. સ્વામીજીને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્વામી દયાનંદ આશ્રમ એ એક સિદ્ધ આશ્રમ છે જ્યાં દેશ-વિદેશથી લોકો આવતા રહે છે. પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી પણ પોતાની પત્ની સાથે આ આશ્રમમાં આવ્યા છે.આ આશ્રમ હિમાલય અને ગંગાની ગોદમાં બનેલો છે જ્યાં તમે ધ્યાન અને યોગ કરીને આત્મનિરીક્ષણ શકો છો. આ આશ્રમમાં ભંડારો પણ ચલાવવામાં આવે છે, જેમાં તમારા રહેવા અને ભોજનની શ્રેષ્ઠ વ્યવસ્થા છે.
અહીં જવા માટે તમારે આ આશ્રમના નિયમોનું પાલન કરવું પડશે તો જ તમને આ આશ્રમમાં પ્રવેશ મળશે. અહીં વેદાંતનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય તમે અહીં કેટલાક રૂપિયા પણ દાન કરી શકો છો.
Address: Sthapath, Chandreshwar Nagar, Rishikesh, Uttarakhand.
Website: dayananda.org
Sri Ramanashramam, Tamilnadu (શ્રી રામાન આશ્રમ, તામિલનાડુ)
દક્ષિણ ભારતના તમિલનાડુ શહેરની મુલાકાત લેવા માટે લગભગ દરરોજ હજારો દેશી અને વિદેશી પ્રવાસીઓ આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમિલનાડુમાં તિરુવન્નામલાઈની પહાડીઓની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમે અહીં શ્રી રામનાશ્રમમાં મફતમાં રોકાઈ શકો છો. આ પ્રસિદ્ધ આશ્રમ શ્રી ભગવાન મંદિર માટે જાણીતો છે. એવું કહેવાય છે કે જે ભક્તો અહીં રોકાય છે અથવા દર્શન કરવા આવે છે તેમની પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી. આ આશ્રમમાં એક મોટો બગીચો અને પુસ્તકાલય પણ છે જેની તમે મફતમાં મુલાકાત લઈ શકો છો.
આ આશ્રમની જતા પહેલા તમારે લગભગ 6 સપ્તાહ પહેલા એડવાન્સ બુકિંગ કરાવવું પડશે.
Sri Ramanashramam, Tamilnadu
Website: https://www.sriramanamaharshi.org/ashram/
Geeta Bhawan Rishikesh Uttarakhand (ગીતા ભવન ઋષિકેશ, ઉત્તરાખંડ)
ગીતા ભવન આશ્રમ ઋષિકેશમાં ગંગાના કિનારે આવેલો એક અદ્ભુત આશ્રમ છે. તેમાં રહેવા માટે 700 થી વધુ રૂમ છે જ્યાં દુનિયાભરના લોકો રહેવા માટે આવે છે. આ આશ્રમમાં, તમે આધ્યાત્મિક શાંતિ માટે આશ્રમ દ્વારા આયોજિત ધ્યાન અને યોગના કાર્યક્રમોમાં જોડાઈ શકો છો.
આ આશ્રમમાં રહેવા માટે તમારે કોઈ પૈસા આપવાના નથી, તમે તમારી ઈચ્છા મુજબ અહીં દાન પણ કરી શકો છો. આ આશ્રમમાં એક લક્ષ્મીનારાયણ મંદિર અને વિશાળ પુસ્તકાલય પણ છે. તમે અહીં શુદ્ધ શાકાહારી ખોરાક પણ માણી શકો છો.
Geeta Bhawan Rishikesh
Address: Geeta Bhawan, Swargashram Rd, Swarg Ashram, Rishikesh, Uttarakhand 249304 Near Ram Jhula.
Website – https://gitabhawan.org/
Anand Ashram, Kerala (આનંદ આશ્રમ, કેરળ)
આનંદ આશ્રમ એ ભારતના 8 શ્રેષ્ઠ આશ્રમોમાંથી એક છે, આનંદ આશ્રમની સ્થાપના સ્વામી રામદાસ અને માતા કૃષ્ણા બાઈ દ્વારા લગભગ 1931માં કરવામાં આવી હતી. આ આશ્રમ દક્ષિણ ભારતના કાન્હાંગડમાં સ્થિત છે. આ આશ્રમમાં તમને દિવસમાં ત્રણ ભોજન મફતમાં મળે છે અને તમે ધ્યાન, યોગ અને સાધના કરી શકો છો.
આ આશ્રમમાં સવાર-સાંજ ભજન કીર્તન પણ થાય છે, જેથી તમે તમારા મનને શાંતિ આપી શકો. અહીં ગયા પછી, તમને સંપૂર્ણ શાંતિ મળશે જ્યાં તમે પ્રકૃતિની સુંદરતાનો આનંદ લઈ શકો છો અને તમે અહીં સવાર-સાંજ પક્ષીઓનો કલરવ સાંભળી શકો છો.
Address: Anandashram, P.O. Kanhagad, Dist. Kasaragod, Kerala, India.
Website: https://anandashram.org/
Bharat Heritage Ashram Rishikesh, Uttarakhand (ભારત હેરિટેજ આશ્રમ, ઉત્તરાખંડ)
ઋષિકેશમાં બનેલા આ સુંદર આશ્રમમાં તમને શારીરિક અને માનસિક રોગની સારવાર માટેનો કોર્સ કરાવવામાં આવે છે. આ આશ્રમમાં સમયાંતરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમે ભાગ લઈને મફતમાં રહી શકો છો. આ આશ્રમમાં તમને વિદેશી લોકો પણ જોવા મળશે જેઓ અહીં સતત મફતમાં રહે છે અને આવી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને આ સાથે તેઓ સારવારના કોર્સ પણ કરે છે અને સૌથી સુંદર વાત એ છે કે અહીંની પ્રવૃત્તિઓમાં ભાગ લેનારાઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પુરસ્કાર પણ આપવામાં આવે છે.
આશ્રમમાં થતા કાર્યક્રમ – Yoga, Divine Rituals, Treatment/Healing, Reiki, Accupressure,
Numerology, Kundalini/Tantra Yoga and Past Life Regression.
Bharat Heritage Ashram Rishikesh, Uttarakhand
Address: BHS, 273, Haridwar Road, Rishikesh, Uttarakhand.
Website: https://www.ayurvedaheritage.org/
Parmarth Niketan Rishikesh, Uttarakhand (પરમાર્થ નિકેતન, ઋષિકેશ, ઉત્તરાખંડ)
પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશના સૌથી મોટા આશ્રમોમાંનું એક છે જે તેના પરિસરમાં સેવકોને રહેવાની તક આપે છે. આ આશ્રમ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનું આયોજન કરે છે. આ આશ્રમમાં તમે ફ્રીમાં રહી શકો છો અને મફતમાં ભોજન પણ ખાઈ શકો છો. આ સાથે, તમે મફતમાં યોગ પણ શીખી શકો છો. અહીં તમે તમારી પોતાની મરજીથી આશ્રમની સફાઈ કરીને તમારા મનને શાંતિ આપી શકો છો.
Address: P.O. Swargashram, Rishikesh, Uttarakhand.
Website: https://www.parmarth.org/
Manikaran Sahib Gurudwara, Himachal Pradesh (મનીકરણ સાહેબ ગુરુદ્વાર, હિમાચલ પ્રદેશ)
Manikaran Sahib Gurudwara હિમાચલ પ્રદેશના કુલુમાં આવેલું છે જ્યાં તમે ફ્રીમાં જઇને રહી શકો છો અને ફ્રી લંગરનો આનંદ પણ લઇ શકો છો. અહીં તમને પાર્કિંગની પણ ફ્રી સુવિધા આપવામાં આવે છે. આ ગુરુદ્વારા પાર્વતી નદી પર આવેલું છે અને તેમાં લગભગ 4 હજાર લોકો રહી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો