તાજેતરમાં જ હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા કોવિડના સાથે જોડાયેલા નિયમોને લઇને મોટો ફેરફાર કર્યો છે, જે હિમાચલ પ્રદેશ ફરવા જવા માટેની યોજના બનાવી રહેલા લોકો માટે ખૂબજ જરૂરી બની જાય છે.
આમાંથી કેટલાક નિયમો ત્યાં ફરવા માટે, કેટલાક નિયમો ત્યાંની દુકાનો માટે અને અન્ય વસ્તુઓ સાથે સંબંધિચ છે.
કેવા પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે?
સૌથી મહત્વનો નિર્ણય છે કે હવે હિમાચલ પ્રદેશમાં ફરવા જનારા લોકોએ RT-PCR ટેસ્ટ બોર્ડર પર દેખાડવાની જરૂર નથી, એટલે કે તમે હવે રાજ્યમાં કોરોના ટેસ્ટ વગર ફરી શકો છો.
આ સાથે સવારે માત્ર 2 કલાક જે દુકાનો ખોલવામાં આવતી હતી એ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહશે. આ દુકાનો માત્ર સોમથી શુક્રવાર સુધી જ ખુલ્લી રહશે. શનિવાર અને રવિવાર કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને આ દુકાનો બંધ રહશે.
આ સીવાય પ્રદેશમાં લગાવવામાં આવેલી કલમ 144 હટાવી દેવામાં આવી છે. આ સાથે રોજ સાંજે 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ હથાવત રહશે.
75થી વધારે સ્ટાફ ધરાવતી સંસ્થા માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરશે.
મેડિકલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, ડેન્ટલ કોલેજ રાબેતા મુજબ ચાલું રહશે
ગાઇડલાઇન મુજબ, સરકારી બસ અને વાહન 50 ટકા સંખ્યા સાથે ચાલું રહશે.
દવાની દુકાનો અને નર્સિંગની શાળાઓ પણ ખુલ્લી રહશે.
ક્યારથી લાગું પડશે આ નિયમો ?
હિમાચલ પ્રદેશની સરકાર દ્વાર જાહેરાત કરવામાં આવી છે કે 14 જૂનથી આ નિયમો અમલમાં આવશે
મેડિકલ કોલેજ, આયુર્વેદિક કોલેજ અને ડેન્ટલ કોલેજ 23 જૂનથી ખુલશે, જ્યારે ફાર્મસી અને નર્સિંગ શાળા 28 જૂનથી ખુલશે.