રવિવારની સવાર, અચાનક યોજના અને યાદ કરવા માટેની સફર. જો તમે ગુજરાતમાં છો, તો તમારે આવા સુંદર અને અદ્ભુત સ્થળો ચૂકવા જોઇએ નહીં. આ સ્થળો પોતાનામાં જ એક સુંદર અને અદ્ભુત ઇતિહાસ ધરાવે છે અને તેણે જ આ સ્થળોની મુલાકત લેવા માટે અમને લલચાવ્યા હતા. શેવરોલે ટવેરામાં અમે 7 લોકો સવારે 7 વાગે વડોદરાથી અમારી આ યાત્રાની શરૂઆત કરી હતી. તે એક દિવસની સફર હતી જેની શરૂઆત મોઢેરા સૂર્ય મંદિરથી થઈ હતી. ત્યાં એક કલાક વિતાવ્યા પછી અમે ત્યાંથી 38 કિલોમીટર દૂર રાણ કી વાવ (યુનેસ્કોના વિશ્વ વારસો સ્થળોમાં તાજેતરના સમાવેશ) તરફ પ્રયાણ કર્યું.
બપોરનો સમય મહુડી જૈન મંદિરમાં પસાર કર્યો તે પણ એક ઐતિહાસિક વારસાનું સ્થળ છે. ત્યાંથી પાછા ફરતાં, અમે રસ્તામાં ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ભોજન લેવા માટે રોકાઈ ગયા. અમે કાંકરિયા તળાવમાં સૂર્યાસ્તનો અનુભવ કર્યો. લોકોથી ભરચક એવા આ તળાવની આજુબાજુની તમામ મનોરંજક સામગ્રીઓ તમને મળી રહે છે. બોટિંગથી સ્ટ્રીટ ફૂડ, તમારા થાકને દૂર કરવાની આ સ્થળ તાકત ધરાવે છે. ટૂંકમાં 12-કલાકની સફર એક સરસ સાંસ્કૃતિક અનુભવ આપી શકે છે. વિચારશો નહીં, બસ હવે તેની યોજના બનાવો.
તે પુષ્પાવતી નદીના કાંઠે મહેસાણાથી 25 કિમી અને અમદાવાદથી 102 કિમી દૂર આવેલું છે. તે સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા ઇસ 1026 માં બનાવવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં આ મંદિરમાં પૂજા કે પાર્થના કરવામાં આવતી નથી. આ મંદિર હવે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણની દેખરેખ હેઠળ છે. પુરાણો અનુસાર ભગવાન રામ રાવણને પરાજિત કર્યા પછી ઋષિ વસિષ્ઠ પાસે ગયા અને બ્રહ્મા-હત્યાના પાપને ધોવા માટેના ઉપાયની માંગ કરી કારણ કે રાવણ એક બ્રાહ્મણ હતા. ત્યારે ઋષિ વસિષ્ઠે તેમને ધર્મનારાયણ નામની જગ્યા બતાવી કે જે આધુનિક મોઢેરા શહેરની નજીક હતું. ધર્મનારાયણમાં રામે મોઢેરક ગામમાં જઇ અને યજ્ઞ કર્યો. ત્યારબાદ તેમણે એક ગામ સ્થાપિત કર્યું અને તેનું નામ સીતાપુર રાખ્યું. આ ગામ બેચરાજી મોઢેરક ગામથી લગભગ 15 કિલોમીટર દૂર છે અને તે પછીથી મોઢેરા તરીકે જાણીતું થયું.
રાની કી વાવ એ ભારતના ગુજરાતના પાટણ શહેરમાં આવેલી એક જટિલ રીતે નિર્માણ કરવામાં આવેલી વાવ છે. તેને 22 જૂન, 2014 ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં ઉમેરવામાં આવી હતી. રાની (રાણી) ઉદયમતીએ ઇસ 1063 માં સોલંકી વંશના તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં આ વાવ અથવા સ્ટેપવેલની શરૂઆત કરી હતી. પાછળથી નજીકમાં આવેલી સરસ્વતી નદીના પાણીમાં આ વાવ ડૂબી ગઇ હતી અને 1980 ના દાયકાના અંત સુધીમાં જ્યારે ભારતના પુરાતત્ત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે મળી આવી હતી. રાણ કી વાવ એ ભારતના શ્રેષ્ઠ સ્ટેપવેલ્સમાંથી એક છે,અને પ્રાચીન પાટનગર શહેરનો સૌથી પ્રખ્યાત વારસો છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો