ચાલો! હું પહેલા તમને દ્વારકા અને બેટ દ્વારકા કેવી રીતે પહોંચવું તે જણાવું એટલે તમને પણ ખબર પડે કે કેટલા પ્રયત્નો પછી હું બેટ દ્વારકા પહોંચી છું.
મેં આ પ્રવાસની શરૂઆત પોરબંદરથી સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ કરી હતી અને દ્વારકા મંદિરના પ્રાંગણમાં આશરે 12.15 વાગ્યે પહોંચી હતી. બસની મુસાફરી એકદમ આરામદાયક હતી, રસ્તાઓ પણ સારા હતા અને આજુબાજુના દ્રશ્યો પણ જોવા લાયક હતા. દ્વારકા જવાનો રસ્તો મોટા ભાગનો દરિયાની નજીકથી પસાર થાય છે તેટલા માટે ત્યાં ઘણી બધી પવનચક્કીઓ આવેલી છે. દ્વારકા મંદિરનો દર્શન કરવાનો સમય 1.00 PM સુધીનો જ હતો એટલે મેં ઉતાવળ રાખી હતી. નસીબ સારા હતા એટલે વધારે ભીડ નહોતી અને શાંતિથી દર્શન થઇ ગયા હતા.
બેટ દ્વારકા પહોંચવું પણ એક અલગ જ પડાવ છે ભલે પછી તમારી પાસે પોતાનું વાહન જ કેમ ન હોય. અહીં જવા માટે પહેલા તમારે દ્વારકા મંદિરની બહાર આવેલા બસ સ્ટેન્ડ જવું પડશે અને અહીંથી તમારે ઓખાની બસ પકડવી પડશે કે જે અહીંથી લગભગ 30 કિલોમીટર થાય છે. એકવાર તમે ઓખા પહોંચ્યા પછી, તમને બેટ દ્વારકા મંદિરના ટાપુ પર જવા હોડી મળી શકે છે.
તમે મીઠાપુર શહેર પણ જુઓ જ્યાં ટાટાની ઘણી કેમિકલ ફેક્ટરીઓ છે, જેમાં મીઠું શામેલ છે. આ શહેરનું નામ મીઠાપુર એ ગુજરાતી શબ્દ "મીઠુ" પરથી પડ્યું છે.
મેં રાજસ્થાનથી આખું ગામ (લગભગ 40-50 લોકોનું જૂથ) બેટ દ્વારકા પર જોયું. કૃષ્ણ / સુદામા / રુક્મિણી મંદિરોમાં રાજસ્થાનના ઘણા બધા યાત્રાળુઓ આવતા હશે તેવું લાગે છે. જ્યારે હું પોરબંદરના સુદામા મંદિરમાં હતી ત્યારે મને આવી જ એક પરંપરાની જાણકારી મળી. કોઈ છોકરાના લગ્ન થાય તે પહેલાં, તેણે ગુજરાતના આવા પ્રખ્યાત કૃષ્ણ / સુદામા મંદિરની મુલાકાત લેવી પડે અને તેની પાસે એક કાગળ હતું જેના પર સ્ટેમ્પ્સ મેળવવું પડ છે જે મને રસપ્રદ લાગ્યું હતું.
ચાલો મને એ કારણો પર આવવા દો કે શા માટે દિવસ મારા માટે કડવો સાબિત થયો હતો
1) હું પોરબંદરથી દ્વારકા ગઈ હતી અને રસ્તામાં એક હોટલ ઉપર સ્ટોપ હતું જ્યાં શૌચાલય ન હતું, ગંદું પણ નહીં. કૃપા કરીને મને પૂછશો નહીં કે આગળ શું થયું હતું.
2) મને બંને મંદિરોના સમય ખોટી જાણ કારી આપવામાં આવી હતી. મને ખબર નથી કે શા માટે પરંતુ મંદિર બપોરે 1-5 વચ્ચે બંધ રહે છે. તો બસ દ્વારા આવનારી વ્યક્તિ માટે જેણે પોરબંદરથી લગભગ 3 કલાક પાછી મુસાફરી કરવી પડે છે, તેના માટે સમસ્યા બની જાય છે. તો પણ જો અંતર મુજબની મુસાફરી બહુ ન હોય, તો પણ સલાહ આપવામાં આવે છે કે તમારે દ્વારકામાં રાત્રિ રોકાવું જોઇએ અને તેટલા માટે દ્વારકાને એક દિવસની મુસાફરીની સૂચિમાં મુકવું થોડું અઘરું બની જાય છે.
3) ઓખાથી બેટ દ્વારકા ટાપુ સુધીની જેટી સિસ્ટમ મોટી સમસ્યા છે અને 0% જાત્રાળું અનુકુળ છે. 100-200 હોડીઓ છે તોય લાંબીલાંબી લાઇ જોવા મળે જે એક પ્રકારે વધું માંગ અને ઓછો પુરવઠોનું એક ઉદાહરણ છે. મને એ જણાવતા દુખ થાય છે કે રાજ્ય સરકારે દ્વારકા પહોંચવા માટે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોવા છતાં, બેટ દ્વારકાની અવગણના કરવામાં આવી છે. એટલે તેના માટે આ કહેવત યોગ્ય છે “હાથી નિકલ ગયા પાર પુંછ રે ગઈ”. ચાલો હું ચોક્કસ કારણને વિસ્તૃત કરું.
a) તેથી સિસ્ટમ એવી છે કે ‘જ્યારે આખી જેટી ભરાઈ જાય, તો જ તે ઓખાથી રવાના થશે’. તેથી જ્યારે તમે પહોંચો ત્યારે તમે જેટી શરૂ થવા માટે કેટલાક અનિશ્ચિત સમયની રાહ જુઓ.
b) બીજું, ત્યાં બે પ્રકારની બોટ હોય છે, એક ગામલોકો માટે અને એક પ્રવાસી માટે. તેથી ગામલોકો વાલા જેટીને કતાર લેવી પડતી નથી અને તે કોઈપણ સમયે જઈ શકે છે.
C) પ્રવાસી અને ગ્રામજનો બોટ પર જઇ શકતા નથી. તેથી જ્યારે હું ગામલોકો વાલા જેટીમાં ગઇ ત્યારે મને અટકાવામાં આવી. તેણે મને કહ્યું “મેડમ આપ છુપ જા ઇસ બોટ મેં. વેસે આપ કો ઇસ બોટમે લે નહીં જા સકતા, પર ફિર ભી આપકો લે ચાલતા હું". એકલી હોવાને કારણે હું ડરી ગઇ હતી, મારે તેમાં બેસું જોઇએ કે નહીં, હું નિર્ણય લઉં તે પહેલાં જ જેટી શરૂ થઈ ગઈ હતી. હું પ્રાર્થના કરી રહીં હતી કે કૃપા કરીને તે મને મારા લક્ષ્યસ્થાન પર લઈ જાય. ગામ લોકો મારા ડરમાં વધારો કરી રહ્યા હતા કારણ કે તેઓ મારી સામે ખૂબ વિચિત્ર રીતે જોતા હતા. સવારી લગભગ 10-15 મિનિટની હતી અને તે પણ સુંદર હતી, પરંતુ તે સમયે ડર જ મારી એકમાત્ર લાગણી હતી.
4) મંદિરે પહોંચ્યા પછી મને કહેવામાં આવ્યું કે તે ફક્ત સાંજના પાંચ વાગ્યે ખુલશે, એટલે કે અંદર પ્રવેશવા પહેલાં મારે લગભગ 2 કલાક રાહ જોવી પડશે. આને ફરીથી અર્થ એ થયો કે હું રાત પહેલાં પોરબંદર પહોંચી શક્યો નહીં. મેં તેમને વિનંતી કરી કે જો મને મૂર્તિના દર્શન કરવા ન મળે તો વાંધો નહીં ઓછામાં ઓછું મને અંદરથી મંદિર તો જોવા દો અને તેમણે ખૂબ જ બેશરમીથી ના પાડી કે મને અંદર પ્રવેશ નહીં આપવામાં આવે.
આ બનાવે મને વિચારતી કરી કે ભગવાનને જોવા માટે મારે કોઈ મંદિરની અંદર જવાની જરૂર નથી. મને ભગવાનના દર્શન કરવા માટેકે પંડિતની દયાની જરૂર નથી. હું સંમત છું, હું જ્યારે પણ મંદિરે જઉં છું ત્યારે હું દર્શન ઇચ્છું છું, પણ જો પૂજારી, પંડિત, રક્ષક નક્કી કરે કે મને તે દર્શન કરવા મળશે કે નહીં, તો મને સમસ્યા છે. જે વ્યક્તિને એટલી ખબર ન પડે કે ધૂમ્રપાન મંદિરના ગેટ પર ઉભા રહીં ને ન કરવું જોઇએ એ શું કરવાનો ? હા! તે મંદિરના ગેટ પર ઉભો રહીંને ધૂમ્રપાન કરી રહ્યો હતો. બસ પછી બારથી જ બે હાથ જોડી હું ત્યાંથી નીકળી ગઇ.
હું એટલી તો ભણેલી છું કે માન્યતા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત પારખી શકું.