દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે.
ગુજરાતમાં 1600 કિમીનો દરીયા કિનારો આવેલ છે. દરીયા કાંઠે ફરવાના અનેક સ્થળો અનેક જીલ્લામાં આવેલા છે. પરંતુ દરીયાની અંદર ડુબકી મારીને દરીયાની અનોખી દુનિયાને નિહાળવા માટે સ્કૂબા ડાઇવિંગ (scuba diving) ની પ્રવૃતિ રાજયમાં માત્ર એક જ જગ્યા પર થાય છે.
દ્વારકા (Dwarka) ની આસપાસના દરીયાની કેટલીક સંસ્થા દ્રારા સ્કૂબા ડાઈવિંગની એડવેન્ચરની પ્રવૃતિ કરાવાય છે. તેમાં આવી સ્સ્થાના લોકો પ્રવાસીઓની સાથે રહીને સુરક્ષિત ડાઈવિંગની પુરેપુરી જાણકારી આપ્યા બાદ દરિયાના પેટાળ (under the sea) માં લઈ જાય છે. શિવરાજ (Shivrajpur) ચોપાટીથી થોડે દુરના આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી સ્કૂબા ડાઇવિંગની પ્રવૃતિ ચાલે છે.
અન્ડર વોટર એડવેન્ચરમાં રસ ધરાવતા તેમજ દરીયાની અંદરની અનોખી રંગીન નગરી અને દરીયા જીવસૃષ્ટીને નિહાળવાની તક સ્કૂબા ડાઇવિંગ દ્રારા મળે છે. 75 ટકા લોકો તરવાનું જાણતા નથી, પરંતુ સ્કૂબા ડાઇવિંગ એવા લોકો પણ કરી શકે છે જેમને તરતા નથી આવડતુ.
અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે આ સાહસ કરાવાય છે
10 વર્ષથી ઉપરની ઉમરની કોઈ પણ વ્યકિત દરીયાની સ્કૂબા ડાઈવિંગની મજા લઈ શકે છે. 10 વર્ષથી નીચેના બાળકો ખાસ સ્નોર્કલિંગની પ્રવૃતિ કરી શકે છે. જે દરીયામાં રહીને ખુબ ઉડાણમાં નહી, પરંતુ ઓછા પાણીમાં તેની મજા માણતા હોય છે. અલગ-અલગ કેટલી સંસ્થા દ્રારા તાલીમબદ્ધ અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે ખુબ કાળજી સાથે આ પ્રવૃતિ કરવામાં આવે છે.
પ્રવાસીઓને બોટમાં દોઢથી બે કિમી દૂર દરિયામાં લઈ જવાય છે
નાની બોટમાં 6 થી 10 લોકોના સમુહમાં દરીયામાં બોટની સફર કરાવ્યા બાદ 15 મિનિટ સુધી સ્કૂબા અંગેની પુરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે લાઈવ ડેમો બતાવીને શું કરવું અને શું ના કરવું તે અંગેની સમજણ આપવામાં આવે છે. ત્યાર બાદ અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે રહીને પ્રવાસીઓને સ્કૂબા ડાઈવિંગ કરાવવામાં આવે છે.
જરૂરી ઉપકરણો સાધનો સાથે સ્કૂબા ડાઈવિંગ કરાવાય છે
સ્કૂબા ડાઇવિંગ માટે જરૂરી સેલ્ફ એટન્ડ બ્રીથિંગ કંટ્રોલ માટેના જરૂરી ઉપકરણો સાધનો સાથે સ્કૂબા ડાઈવિંગ કરવામાં આવે છે. આ માટેના સાધને જે તે સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવે છે. દ્વારકા તથા આસપાસનો દરીયાઈ વિસ્તાર ભૌગોલિક એવી સ્કૂબા ડાઇવિંગ માટે લો રીસ્ક એરીયા માનવામાં આવે છે. તેમજ દરીયાની અંદરની તળ સમતોલ હોવાથી સલામતી સાથે સ્કૂબા ડાઇવિંગની મજા લઈ શકાય છે. સ્કૂબા ડાઇવિંગનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 2500થી 3000 રૂપિયા થાય છે.
સપ્ટેમ્બરથી મે માસનો સમય સર્વશ્રેષ્ઠ
સ્કૂબા ડાઈવિંગ માટે સપ્ટેમ્બરથી મે મહિનાનો સમય સારો ગણાય છે. જેમાં શિયાળાનો સમય તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દરીયાની અંદર રંગબેરંગી નાની-મોટી માછલીઓ, કોરલ (પરવાળા), સિપલા, કરચલાં, કાચબા, સહીતની જીવસૃષ્ટી દરીયાની અંદર જોવા મળે છે. સાહસિકતાનો શોખ ધરાવતા, દરીયા જીવસૃષ્ટીને નિહાળવા માંગતા, દરીયાની અંદરની દુનિયા જોવાની ઈચ્છા રાખનારા અન્ડરવોટર એડવેન્ચર સ્કૂબા ડાઇવિંગ માટે શિવરાજપુર આવતા હોય છે.
શિવરાજપુર બીચ પર આવેલી વિવિધ સુવિધાઓ
બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. અહીં વિવિધ એડવેન્ચર રાઇડ્સ પણ કરી શકાય છે.
કેવી રીતે જવાય?
રોડ દ્ધારાઃ અમદાવાદથી 450 કિલોમીટર દૂર છે શિવરાજપુર બીચ. અમદાવાદથી રાજકોટ, જામનગર થઇને દ્ધારકા જઇ શકાય છે. દ્ધારકાથી શિવરાજપુર 13 કિલોમીટર દૂર છે. બસમાં જવું હોય તો દ્ધારકા માટે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોથી બસની સુવિધા છે. રાજકોટથી શિવરાજપુર બીચ 237 કિલોમીટર દૂર છે. જામનગરથી દ્ધારકા 131 કિ.મી. દૂર છે.
રેલવે દ્ધારાઃ દ્ધારકા રેલવે સ્ટેશન છે. બ્રોડગેજ લાઇન હોવાથી અમદાવાદ, રાજકોટ, જામનગરથી ટ્રેન મળી રહે છે. દેશના મુખ્ય શહેરો સાથે આ ધાર્મિક સ્થળ રેલવે સાથે જોડાયેલું છે.
વિમાન દ્ધારાઃ નજીકનું ડોમેસ્ટિક એરપોર્ટ જામનગર છે જે દ્ધારકાથી 137 કિલોમીટર દૂર છે. જામનગરથી દ્ધારકા જવા માટે અનેક સરકારી અને પ્રાઇવેટ બસો તેમજ ખાનગી કાર મળી રહે છે.
ક્યાં રોકાશો?
શિવરાજપુર બીચ દ્ધારકાથી નજીક હોવાથી તમારે દ્ધારકામાં રોકાવું પડશે. દ્ધારકા એક લોકપ્રિય ધાર્મિક સ્થળ હોવાથી બારેમાસ પ્રવાસીઓનો ધસારો અહીં રહે છે પરિણામે દ્ધારકામાં ધર્મશાળા, ગેસ્ટહાઉસથી માંડીને અનેક હોટલ્સ અને રિસોર્ટ્સ આવેલા છે. બજેટથી માંડીને લક્ઝુરિયસ રિસોર્ટ્સની પસંદગી તમે કરી શકો છો. મંદિરની નજીક 500 રૂપિયામાં ધર્મશાળા મળી રહેશે.
નજીકના જોવાલાયક સ્થળો
પ્રાચીન દ્ધારકાધીશ મંદિર
દ્વારકામાં દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે. જે જગતમંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર ૫ માળનું છે. તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ ૬૦ સ્તંભ છે. જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે.
બેટ દ્વારકા:
બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો