જ્યારે પણ પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ખર્ચાઓ થવા એ સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં, તમે વિચારો છો કે મુસાફરી દરમિયાન શું કરવું જેથી બધું સસ્તામાં પતી જાય.
જો તમે દુબઈ જેવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા ખર્ચ વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારવું પડશે. જો તમારી સાથે બાળકો છે, તો તમારે તેમના માટે પણ નવી વસ્તુઓ જોવી પડશે.
તમે તમારા પરિવાર સાથે દુબઈ જવાનો પ્લાન બનાવ્યો છે, પરંતુ ઓછા ખર્ચે આ સફર કેવી રીતે પૂર્ણ કરવી તે વિશે તમે અમારા આર્ટીકલમાં વાંચી શકો છો. દુબઈની ઊંચી ઈમારતો, સુંદર દરિયા કિનારો, રસ્તાઓ પર દોડતી લક્ઝરી કાર અને બીજું ઘણું બધું, આ બધું તમને એક સ્વપ્ન જેવું લાગશે.
તેથી જ દુબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે. જો કે, દુબઈનું સૌથી મોટું આકર્ષણ બુર્જ ખલીફા છે, જે 163 માળની દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. પરંતુ જ્યારે તમે અહીં આવો છો, ત્યારે દરેક નજારો તમને આકર્ષિત કરશે.
મફતમાં મૂવીઝ જુઓ
શું તમે પહેલા ક્યારેય ખુલ્લા આકાશ નીચે મૂવી જોઈ છે? આ પણ એક અનોખો અનુભવ છે જે તમે દુબઈમાં મેળવી શકો છો. તમે રવિવારે સાંજે દુબઈમાં મૂવી જોવા જઈ શકો છો, આ માટે તમારે કોઈ ટિકિટ ખરીદવાની જરૂર નથી.
તે દરેક માટે સંપૂર્ણપણે મફત છે. તારાઓના દર્શન સાથે તમારા પરિવાર સાથે મૂવી જોવી એ તમારા સમગ્ર જીવન માટે યાદગાર ક્ષણ બની રહેશે. અહીં તમે તમારી ઈચ્છા મુજબ સૂઈને કે બેસીને ફિલ્મની મજા માણી શકો છો.
લોકેશન- વાફી સંકુલમાં પિરામિડ રૂફટોપ કોમ્પ્લેક્સ (Pyramids Rooftop Complex in Wafi complex)
સમય: રવિવારના દિવસોમાં, અહીં રાત્રે 8:30 વાગ્યે ફ્રી ફિલ્મ બતાવવામાં આવે છે.
ઉંટોનું મ્યુઝિયમ (Camel Museum)
જો તમે ઊંટને પ્રેમ કરો છો અને તેના વિશે ઘણું જાણવા માગો છો, તો દુબઈ તમને બધું જ બતાવશેશે. તમે તેમના વિશે દુબઈમાં મફતમાં ઘણું જાણી શકો છો.
આ સુંદર પ્રાણીઓ દુબઈના વારસાનો મોટો હિસ્સો છે અને તમે અહીં તેમના વિશે વધુ જાણી શકો છો. અહીં તમે શીખી શકશો કે લોકો પોતાના અસ્તિત્વ માટે ઊંટ પર આધાર રાખતા હતા.
તમે આ મ્યુઝિયમની મુલાકાત ફ્રી ટિકિટમાં લઈ શકો છો.
ક્યારે જવું - તે બુધવારથી સોમવાર સુધી સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
સ્થાન- અલ શિંદઘા હિસ્ટોરિકલ મ્યુઝિયમ, દુબઈ (Al Shindagha Museum)
અલ કુદ્રા સરોવરો પર કેમ્પિંગ (Camping at Al Qudra Lakes)
જો તમે કેમ્પિંગના શોખીન છો અને દુબઈમાં ફરવાની તક મળે તો તેની મજા અલગ જ હશે. તમે દિવસ દરમિયાન અલ કુદ્રા તળાવોની આસપાસ મફતમાં ફરવા જઈ શકો છો, પરંતુ તમારે એક રાત રહેવા માટે કેમ્પિંગ ટિકિટ ખરીદવી પડી શકે છે.
આ જગ્યા સ્વચ્છ અને શાંત છે, પરંતુ રાત્રે એકદમ ઠંડી હોય છે. તેથી સૂર્યાસ્ત પહેલા કેમ્પફાયર કરો અને ઊર્જાના સ્તરને જાળવવા માટે પુષ્કળ માર્શમેલો પણ સાથે રાખો.
આ સ્થળ પ્રવાસીઓ માટે દરરોજ ખુલ્લું રહે છે.
અલ જદ્દાફમાં સૂર્યોદય જુઓ (Watch the sunrise at Al Jaddaf )
દુબઈ ક્રીક (Dubai Creek)ની દક્ષિણે અલ જદ્દાફ છે, જે હોટલોથી ભરેલું એક શહેર છે. અહીં સવારનો નજારો જોયા પછી તમને એવું લાગશે કે આટલી શાંતિ તમને પહેલાં ક્યાંય મળી નથી.
આ રીતે, જ્યારે દિવસની શરૂઆત સારી રીતે થશે, ત્યારે તમને દરેક દિવસ આ રીતે પસાર કરવાનું મન થશે. જો તમે દુબઈ ગયા છો, તો તમારે ચોક્કસપણે આ દૃશ્યનો મફતમાં આનંદ લેવો જોઈએ.
અલ સુફૌહ દરિયાકિનારે સૂર્યાસ્ત (Sunset at Al Sufouh Beach)
જો તમે સ્વચ્છ વાતાવરણ સાથે સૂર્યાસ્ત જોવા માંગતા હોવ તો આનાથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. આ નજારો જોયા પછી એવું લાગશે કે સૂર્યાસ્ત તમારી ખૂબ નજીક થઈ રહ્યો છે.
જેને તમે થોડા ડગલાં ચાલીને સ્પર્શ કરશો. જો કે દુબઈમાં એવી અસંખ્ય જગ્યાઓ છે જ્યાંથી તમે સૂર્યનો અદભૂત અદભૂત નજારો જોઈ શકો છો, પરંતુ આ એક એવું દ્રશ્ય છે જેને પૈસાથી ખરીદી શકાતું નથી.
લવ લેક્સ
જો તમે કોઈ રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો, તો તમે અલ કુદ્રા તળાવો નજીક આવેલા બે હૃદય આકારના એકબીજા સાથે જોડાયેલા તળાવોનો નજારો મફતમાં જોઈ શકો છો.
તે ગૂગલ મેપ્સ પર બે હૃદયના આકાર સાથે અલ કુદ્રાના ધ લાસ્ટ લેકની બાજુમાં, જોઈ શકાય છે. ત્યાં જવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ D63 રોડ થઇને જવાનો છે.
જ્યારે હવામાન ઠંડુ હોય છે, ત્યારે તમે અહીં પિકનિક કરી શકો છો અને આ શાંતિપૂર્ણ જગ્યાએ ફરવાની મજા માણી શકો છો.
દરિયાકિનારે તરવું (Swim at The Beach)
દુબઈના આ બીચ પર પ્રવેશ સંપૂર્ણપણે મફત છે. અહીં કેટલાક ઉત્તમ સ્વિમિંગનો આનંદ માણી શકાય છે. તે દરરોજ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
હોર્સ રેસિંગ જોવા જઈ શકો છો
દુબઈમાં હોર્સ રેસિંગ સમગ્ર શિયાળા દરમિયાન ચાલે છે. તમારે ઘોડાની રેસ જોવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, તમે મફતમાં આવીને અહીં ઘોડાઓના ઉત્સાહને વધારી શકો છો. તમે જેબેલ અલી રેસકોર્સ મફતમાં જોઈ શકો છો.
દુબઈ એક્વેરિયમ અને અંડરવોટર ઝૂ
શાર્ક સાથે ફોટો ક્લિક કરાવવાથી વધુ સારી તક કઈ હોઈ શકે? દુબઈ મોલમાં સ્થિત આ માછલીઘરમાં નજીકમાં સ્વિમિંગ કરતી માછલીઓ તમારું દિલ જીતી લેશે. તેમાં કોઈ શંકા નથી કે તમે કલાકો સુધી બેસીને તેને જોઈ શકો છો.
દુબઇમાં આ સ્થળો પણ છે જોવાલાયક
(1) બુર્જ ખલિફા –
બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. ૮૨૯.૮ મીટરની ગગનચુંબી ઉંચાઇ ધરાવતી આ ઇમારત દુબઇના હાર્દ સમી છે. ઇમારતના 163માં ફ્લોરમાં આવેલ ઓબ્ઝર્વેશન ડેસ્કમાંથી નજર નાખતા સમગ્ર દુબઇની લાલિમા અનોખી રીતે નજરે ચડે છે,અહીંથી નાખેલી એક નજર પણ યાદગાર બની જાય છે!એક તરફ દેખાતું અફાટ રણ અને બીજી બાજુ ઘુઘવતો અફાટ સમુદ્ર!ઓબ્ઝર્વેશન ડેસ્કની ટિકીટ એડવાન્સમાં લઇ લેવી બહેતર છે,જેથી કરીને લાંબી લાઇનોમાં અટવાવું ના પડે!બુર્જ ખલિફાની ફરતે એક ચક્કર મારવી પણ રોમાંચિત કરી દેનાર અનુભવ છે. જોકે બુર્જ ખલિફા તમને મફતમાં જોવા નહીં મળે. તેના માટે તમારે ટિકિટ ખરીદવી પડશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો