ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો

Tripoto
Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 1/11 by Paurav Joshi

શહેરોની ભીડથી આ જગ્યા તમને બચાવશે. તમને ન કેવળ હવાની શાંત લહેરો અને સુમસામ જંગલની જરુર છે પરતુ દુનિયાથી અલગ થઇને એક શાંત અને નિરવ માહોલમાં પણ પાછા ફરવું છે. તમે શૂન્ય ગેઝેટ ઝોનમાં સાયલન્ટ મોડ પર પ્રકૃતિની વિલાસતા ઇચ્છો છો. તો તમારા માટે અમે એવી હોટલોની યાદી લઇને આવ્યા છીએ જ્યાં તમે દુનિયાથી ડિસકનેક્ટ થઇને રિલેક્સ થઇને રહી શકો છો.

1. એલિફન્ટ વેલી ઇકો ફાર્મ, કોડાઇકેનાલ

કોડાઇકેનાલથી 20 કિમી દૂર આ ઇકો ફાર્મ સમગ્ર વર્ષ દરમિયાન ઇકો-ટુરિસ્ટને આકર્ષે છે. આ જૂનો હાથીઓના સ્થળાંતરનો માર્ગ જૈવવિવિધતાનું હોટસ્પોટ છે અને તમને ભીડથી દૂર જવા અને સૌર ઊર્જા અને લાકડાથી સજ્જ વીસ ઇકો ફ્રેન્ડલી બંગલાઓમાંથી એકમાં તમારા દિવસો વિતાવવાના વધુ કારણો આપે છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 2/11 by Paurav Joshi

2. ધ તમારા, કૂર્ગ

પશ્ચિમ ઘાટની લીલોતરી વચ્ચે, તમારા કુર્ગ રિસોર્ટ તમને વિશાળ કબીનાકડ એસ્ટેટની ભવ્યતાની ઝાંખી કરાવવાની સાથે જ એક વૈભવી કોટેજમાં એકાંતનો અનોખો અનુભવ કરાવે છે. અરેબિકા અને એલચીના વાવેતરની તાજગી સાથે, કુદરતના ખોળામાં આ એકાંત તમને પ્રકૃતિ સાથે એક બનવાની અપાર તકો આપે છે. રુદ્રાક્ષની પગદંડી, પક્ષીઓનું નિરીક્ષણ અને કાયાકલ્પ કરનાર સ્ટુડિયો સ્પા થી વિશેષ શું જોઇએ.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 3/11 by Paurav Joshi

3. હિડન વેલી રિટ્રીટ

કેરળના વાયનાડના જંગલમાં આવેલો હિડન વેલી રિટ્રીટ તેના નામ અનુસાર એક શાંતિનો અનુભવ પ્રદાન કરે છે. આ રિસોર્ટ એવી વ્યક્તિઓ માટે સારો છે જે ઓફ ધ ગ્રીડ જીવનનો અનુભવ કરવા માંગે છે. રાતના સમયે, અંધારુ સંપૂર્ણ રીતે એ ક્ષેત્રને ઘેરી લે છે જે એકાંત માણનારા માટે સ્વર્ગ સમાન બનાવે છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 4/11 by Paurav Joshi

4. લિટલ ડ્રીમ, ધ મોર્નિગ સરપ્રાઇઝ

મનાલી નજીક નાસોગી ગામમાં આ હોમસ્ટે આવેલો છે. મનાલી બસ સ્ટેન્ડથી ફક્ત 15 મિનિટના અંતરે આવેલું આ હોમસ્ટે તમને શાંતિની સાથે પહાડોના અદ્ભુત સુંદરતાના દર્શન કરવાશે. અહીંથી ફક્ત 300 મીટર દૂર એક વોટરફોલ છે. અહીં આસપાસ તમને સફરજનના ઘણાં ઝાડ જોવા મળશે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 5/11 by Paurav Joshi

5. હોમ ઓફ ગાઇઆ- યોગીક એબોડ

સફરજના બગીચા વચ્ચે પહાડોમાં સ્થિત આ હોમસ્ટે મનાલીથી નજીક છે. મનાલીનો ટ્રાફિક તમને અહીં નહીં નડે. મુખ્ય રોડથી 20 મિનિટના અંતરે છે પણ સહેલાઇથી જોઇ નહીં શકાય. તમારે વશિષ્ઠ મંદિરેથી હોમસ્ટેના માલિકનો સંપર્ક કરવો પડશે. આ જગ્યા પ્રકૃતિ સાથે જોડાયેલા આર્ટીસ્ટ, સંગીતકાર, લેખકો, યોગીઓ માટે પરફેક્ટ છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 6/11 by Paurav Joshi

6. ટિપ્પેરરી કોલોનિઅલ બંગલો

કોલોનિઅલ સ્ટાઇલમાં બાંધવામાં આવેલો એક વિન્ટેજ બંગલો છે. જે તમને ચાર્લ્સ ડિકન્સની નવલકથાની યાદ અપાવે છે. આ છુપાયેલું રત્ન યેરકોડ ગામમાં છે. દરેક રુમને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. તમને અહીંથી સાલેમ શહેરનો નજારો જોવા મળે છે. ફોન અને લેપટોપથી દૂર બેંગ્લોરથી દૂર આ એક આદર્શ જગ્યા છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 7/11 by Paurav Joshi

7. કાર્ડમોમ હાઉસ, ડિંડિગુલ

કાર્ડમોમ હાઉસ બ્રિટિશ ફેમિલી ફિઝિશિયન ડો.ક્રિસ લુકાસનું ઘર છે. જે અથુર ગામની બહાર આવેલું છે. ઘરની સુંદર છત પરથી કામરાજાર સરોવરને જોઇ શકાય છે. પશ્ચિમી ઘાટના અંતરિયાળ વિસ્તારનું આ ઘર ફોટોગ્રાફી માટે અનુકૂળ જગ્યા છે. ખીલેલાં ફૂલો, ગાર્ડનમાં ઉડતા પતંગિયા અને નજીકના સરોવરમાં અદભુત પરોઢ તમને ફોટો ક્લિક કરવા માટે પ્રેરિત કરશે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Find the best vacation rentals in Dindigul.

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 8/11 by Paurav Joshi

8. ટ્રીહાઉસ હાઇડવે, બાંધવગઢ

21 એકરમાં ફેલાયેલા બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં આ સપનાનું ઘર આવેલું છે. ટ્રી હાઉસની બાલ્કનીમાંથી બાંધવગઢ નેશનલ પાર્કને જોઇ શકાય છે. અહીં સૌથી વધુ સંખ્યામાં વાઘ જોવા મળે છે. પરંપરાગત રીતે જંગલનો અનુભવ કરવા માટે આ જગ્યા તમારી રાહ જુએ છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

9. ટ્રાંક્વિલ, સુલતાનની બેટરી

એક ટ્રી હાઉસથી બીજા ટ્રીહાઉસમાં નીચે ઉતરવાની જરુર નથી. સુલતાન બેટરી ટીપુ સુલતાન દ્ધારા બંધાયેલો વોચ ટાવર મેંગ્લોરથી 4 કિ.મી. દૂર છે. કોફી અને વેનીલાના ખેતરોની વચ્ચે ટ્રાંક્વીલ પ્લાન્ટેશન હાઈડવે ખાતેના અનોખા ટ્રીહાઉસ જંગલમાં જવા માટે એક આદર્શ સ્થાન છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 9/11 by Paurav Joshi

10. સેરેનિટી, વાઝહુર

એક નાનકડી પહાડી પર કાનમ એસ્ટેટમાં સ્થિત સેરેનિટીમાં તમે ઉષ્ણકટિબંધીય મસાલાની ખુશ્બુમાં ડુબી જાઓ છો. આ એક ખાનગી વિલા હોટલ તેની જુની વાસ્તુકળા અને વિરાસત માટે જાણીતી છે. જો તમે લોકો કરતાં હાથીઓની સાથે વધુ સમય વિતાવવા માંગો છો તો આ એક ઉત્તમ સ્થાન છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 10/11 by Paurav Joshi

11. ધ ઓલી રિસોર્ટ, ઓલી

ગઢવાલના બરફથી ઢંકાયેલા શિખરો આખુ વર્ષ એકાંત માણવા માટે સ્વર્ગ સમાન ગણાય છે. બરફના પહાડોના સફેદ ઢાળ પર સ્થિત આ બંગલો હિમાલયનુ ઘરેણુ છે. જો તમે એકાંત માણવા માંગો છો તો ખરેખર આ એક ચમત્કારિક રહેઠાણ છે. ઓલીમાં બરફના આવરણમાં પ્રકૃતિથી ભરપુર જગ્યામાં રહેવાનો આનંદ કંઇક અલગ હોય છે.

બુકિંગ માટે અહીં ક્લિક કરો

Photo of ભારતની 11 સિક્રેટ હોટેલ્સ જ્યાં તમે ખરેખર ઇન્ટરનેટથી દૂર રહી શકો છો 11/11 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads