ચિતૌડગઢ: ઐતિહાસિક વાર્તાઓથી ભરપૂર પર્યટન સ્થળ

Tripoto
Photo of Rajasthan, India by Jhelum Kaushal

ભારતમાં મુઘલોએ આક્રમણ કર્યું તે પહેલા સમગ્ર ભારતવર્ષમાં રાજપૂતો ખૂબ જ ગૌરવભેર શાસન કરી રહ્યા હતા. ચિતૌડગઢ એક એવો ગઢ છે જેના પર સૌથી શરૂઆતના સમયમાં મુઘલોએ ચડાઈ કરવા પ્રયત્ન કર્યો હતો. 700 એકરમાં ફેલાયેલો ભવ્ય કિલ્લો અનેક કિસ્સાઓ પોતાની અંદર સમાવીને બેઠો છે.

Photo of ચિતૌડગઢ: ઐતિહાસિક વાર્તાઓથી ભરપૂર પર્યટન સ્થળ by Jhelum Kaushal

ચિતૌડગઢનો ઇતિહાસ અને યુધ્ધો

આ કિલ્લો અનેક યુધ્ધોનો સાક્ષી રહી ચૂક્યો છે. પોતાના આત્મ-સન્માનની રક્ષા કરવા રાણી પદ્મિનીએ અનેક રાજપૂત કન્યાઓ સાથે અહીં જોહર કર્યું હતું.

આ કિલ્લો સૌથી પહેલા મૌર્ય વંશના રાજા ચિતરંગાની રાજાશાહી દરમિયાન બન્યો હતો. ઈસવીસન 728 બાદ ગહેલોત રાજવીઓએ અહીંનું શાસન સંભાળ્યું.

સન 1303માં અલાઉદ્દીન ખિલજીએ રાજા રતનસિંઘને હરાવીને આ કિલ્લો કબજે કર્યો હતો. અમુક વર્ષો બાદ સિસોદિયા વંશના રાજા હમીર સિંઘે આ કિલ્લો જીતી લીધો.

2013 માં યુનેસ્કો દ્વારા પણ તેને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળની યાદીમાં સ્થાન આપ્યું છે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ જરુર ફરવાલાયક જગ્યા છે.

ક્યારે જવું?

રાજસ્થાન ભારતનાં સૌથી ગરમ પ્રદેશમાંનો એક વિસ્તાર છે એટલે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી યોગ્ય સમય છે.

ફરવાની બેસ્ટ જગ્યાઓ:

1. ચિતૌડગઢ કિલ્લો

692 એકરમાં ફેલાયેલો અને 590 ફીટ ઊંચાઈ ધરાવતો આ કિલ્લો ચિતૌડગઢની ઓળખ સમાન છે. આ કિલ્લો તત્કાલીન રાજપૂત વાસ્તુશાસ્ત્ર તેમજ ઇમારતોનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. વિજય સ્તંભ અને કીર્તિ સ્તંભ અહીંના સૌથી મુખ્ય આકર્ષણ છે. ઝગમગાતી લાઇટ્સ વચ્ચે આ કિલ્લો શાનદાર દેખાય છે.

2. વિજય સ્તંભ

આ સ્થંભ રાજપૂતોની શાનનું પ્રતિક છે. 144 માં મોહમ્મદ ખિલજી પર વિજય મેળવ્યાની ઉજવણી કરવા રાજા રાણા કુંભ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

રાજસ્થાની વાસ્તુકલાને સહેજ ધ્યાનથી નિહાલશો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિઓની અચૂક હાજરી જોવા મળશે. વળી, અંદર યુધ્ધના શસ્ત્રો વગેરે પણ કોતરણીકામ દ્વારા દર્શાવાયું છે.

3. કીર્તિ સ્તંભ

રાજા રવલ કિમર સિંઘના સમયમાં જૈન વેપારી જીજા ભાગરવાલા જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવ રાજપૂત શાન વચ્ચે જૈનો દ્વારા બનાવવામાં આવેલો આ 22 ફીટ ઊંચો સ્તંભ ચિતૌડગઢની સાંસ્કૃતિક એકતાનું પ્રતિક સમાન છે.

4. કાલિકા માતા મંદિર

અહીંની મૂર્તિઓ આ મંદિરની આગવી વિશેષતા છે. નાના બાળકોને આ પ્રાચીન શિપકળાઓ જરુર દેખાડવી જોઈએ.

5. રાણી પદ્મિની પેલેસ

અલાઉદ્દીન ખિલજીની કુદ્રષ્ટિથી બચવા ચિતૌડની મહારાણી પદ્મિની અને સેંકડો હજારો સ્ત્રીઓએ આ કિલ્લામાં જોહર કર્યું હતું. ઐતિહાસિક દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્વ છે.

6. મીરા પેલેસ

કૃષણરંગે રંગાઈને એક રાજકુમારી કૃષ્ણભક્ત બની ગઈ તેની સાક્ષી આ કિલ્લો રહ્યો છે. ચિતૌડગઢની મુલાકાત મીરાંબાઈના આ સુંદર કિલ્લાની મુલાકાત વગર અધૂરી છે.

શું શું ખાવું?

પરંપરાગત રાજસ્થાની શૈલીનું સ્વાદિષ્ટ ભોજન માટે બસ્સી ફોર્ટ પેલેસ અને પ્રતાપ પેલેસ રેસ્ટોરાં ઘણી સારી છે. ચિતૌડગઢમાં મુઘલાઈ જમવાનું પણ પ્રસિધ્ધ છે પણ રાજપૂતોનું શૌર્ય વર્ણવતી નગરીમાં તેમની જ શૈલીની ભોજન કરવું જ જોઈએ.

કેવી રીતે પહોંચવું?

વાહનમાર્ગે: દિલ્હીથી ચિતૌડગઢની બસો ઘણી નિયમિત રીતે ચાલે છે

રેલવેમાર્ગે: દિલ્હીથી ચિતૌડગઢની ટ્રેન્સ પણ ઉપલબ્ધ છે જે 9.30 કલાકમાં ચિતૌડગઢ પહોંચાડે છે.

હવાઈમાર્ગે: સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉદયપુર છે, ત્યાંથી ચિતૌડગઢ જવા ઘણી ટેક્સી મળી રહે છે.

ક્યાં રહેવું?

ચિતૌડગઢમાં રહેવા માટે ઘણી સારી હોટેલ્સ મોજૂદ છે. ચેતક હોટેલ, ભગવતી હોટેલ, તેમજ પ્રતાપ પેલેસમાં આસાનીથી જગ્યા મળી જાય છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads