જો તમારે વાદળો સાથે મિત્રતા કરવી હોય, તો ચેરાપુંજીથી વધુ સારું કોઈ સ્થાન નથી!

Tripoto
Photo of જો તમારે વાદળો સાથે મિત્રતા કરવી હોય, તો ચેરાપુંજીથી વધુ સારું કોઈ સ્થાન નથી! 1/1 by Romance_with_India

ચેરાપુંજી હિલ સ્ટેશનની સપ્તરંગી સુંદરતાની કોઈ જોડ નથી. કદાચ તેથી જ ચેરાપુંજીની ગણતરી દેશના સૌથી સુંદર હિલ સ્ટેશનમાં થાય છે. મેઘાલયના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલું આ હિલ સ્ટેશન તેની ભવ્યતા-દિવ્યતા સાથે તેની સુંદરતા માટે પણ જાણીતું છે. ચેરાપુંજી હંમેશાં વાદળોની ઝાકળથી ઘેરાયેલા હોય છે, તેથી આસપાસનુ વાતાવરણ શાંત અને ઠંડી હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1484 મીટરની ઊંચાઈએ સ્થિત આ હિલ સ્ટેશન ખાસ કરીને ચોમાસામા એકલતા માટે જાણીતું છે. ચેરાપૂંજની સુંદરતાને કારણે, તેણે વિશ્વમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.

Photo of Cherrapunji‎, Meghalaya, India by Romance_with_India

ચોમાસાની સાથે જ વાદળો ની અલ્હડતા પણ ચેરાપુંજીને વિશેષ બનાવે છે. ચોંકાવી દેનાર વાત એ છે કે ચેરાપુંજીમાં રાત્રે વરસાદ પડે છે. ચેરાપુંજીને સોહરા પણ કહેવામાં આવે છે. ચેરાપુંજીથી શિલોંગનું અંતર 53 કિ.મી. છે. હું એ જ ચેરાપુંજી ના રોડ પર દોડતો હતો, જેના વિશે મેં નાનપણથી જ વાંચ્યું હતું કે, આ સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું પણ હવે જ્યારે હું ચેરાપુંજીમાં હતો તો હું ખૂબ જ ખુશ હતો.

ચેરાપુંજી

શિલોંગથી ચેરાપુંજી આવવાનો માર્ગ ખૂબ જ મનોહર છે. રસ્તો ઉપર જઈ રહ્યો હતો, અને તે એવો જ હતો જેવો પહાડોમા હોય છે. આસપાસ સુંદર પહાડો અને ખીણો હતી અને તેને જોતા જોતા અમે આગળ વધી રહ્યા હતા. ત્યાં બે પહાડોની વચ્ચે ખીણોમાં અનાનસનાં ઝાડ હતાં અને કેટલાક એવાં ઝાડ હતાં જે હું પહેલી વાર જોઇ રહ્યો હતો. અનેક પ્રકારના ફર્ન, સુંદર પાંદડાઓ વાળા છોડ જોઈને તેમને મારી સાથે લઈ જવાનુ મન થાતુ હતુ. આ પર્વતો બદ્રીનાથ અને કેદારનાથની ટેકરીઓ જેટલા ઊંચા નહોતા. આગળ વધીએ તો રસ્તામાં એક ધોધ જોવા મળ્યો, આ છે ચેરાપુંજીની સુંદરતા. રસ્તામાં તમને એવું કંઈક જોવા મળશે જેના વિશે તમે વિચારી પણ ન શકો. આ પછી પણ રસ્તામાં ઘણી સુંદર જગ્યાઓ હતી, પણ અમે બધે અટક્યા નહીં.

પહાડોની વચ્ચેથી પડતું ઝરણું ખરેખર ખુબ સુંદર લાગે છે. આ જોયા પછી એવું લાગે કે પ્રકૃતિ ખરેખર આશ્ચર્યથી ભરેલી છે. જ્યાંથી અમે ઉભા હતા ત્યાંથી ધોધનો એક પાતળો પ્રવાહ દેખાઈ રહ્યો હતો. અહીં આસપાસ પાઈન અને એરોકેરિયાનાં ઘણાં ઝાડ હતાં, અહીંનાં જંગલોમાં દેવદાર નજરે પડતું ન હતું. શિલોંગથી ચેરાપુંજીનું અંતર ખૂબ જ ટૂંકું છે પરંતુ પહોંચવામાં લાંબો સમય લાગે છે. આનું કારણ, ત્યાં પહોંચવાનો સુંદર રસ્તો છે. જ્યારે રસ્તો જ સુંદર હોય તો હર કોઈને અહીં રોકાવાનું મન થાય. તમારું મન વારે વારે કારને બ્રેક કરવાનો પ્રયાસ કરશે. આ વિસ્તારમાં ઘણો વરસાદ પડી રહ્યો છે અને તેની અસર અહિની લીલોતરી પર જોવા મળતી હતી. માર્ગમાં, કેટલાક પાક પણ પર્વતોમાં દેખાતા હતા, જે જોવામા ખૂબ સુંદર લાગતા હતા.

પૂર્વી ખાસી પર્વતોમાં ફેલાયેલા લીલાછમ જંગલો, પાતળી નદીઓ, પહાડોના ઢોળાવોમાં દેખાતા પાક, આ બધુ જ આ માર્ગને વધુ સુંદર બનાવે છે. કદાચ અહીંના સદાબહાર જંગલોને કારણે જ તેને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. આવા સુંદર નજારાઓ જોતા જોતા અમે ચેરાપુંજી પહોંચ્યા. ચેરાપુંજી સમુદ્ર સપાટીથી 1,300 મીટરની ઊંચાઈ એ છે. આ હિલ સ્ટેશનમાં અનેક પ્રકારના વનસ્પતિ જોવા મળ્યાં. ત્યાં ઘણા પ્રકારનાં ફર્ન્સ, સ્થાનિક ફળ જેવા કે ચેસનટ અને અનાનસના ઝાડ છે. અહીં કેટલાક ખાસ ફૂલો પણ જોવા મળ્યાં હતાં. નાગફન અને કણવાળા ફૂલો વિશેષ હતા, સાપ જેવુ દેખાતુ એક ફૂલ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

નોહકલિકાઇ ધોધ

ચેરાપુંજી હિલ સ્ટેશન બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલું છે. જેના કારણે પ્રવાસીઓ ત્યાની સુંદરતાનો અંદાજો પણ ચેરાપુંજી ની સુંદરતાથી લગાવે છે. ચેરાપુંજીથી થોડે દુર નોહકલિકાઇ વોટરફોલ છે, જે ચેરાપુંજીમાં સૌથી પ્રખ્યાત સ્થળ છે. નહકલીકોઇ વોટરફોલ વિશે પણ એક વાર્તા છે. હજારો ફુટ ઉપરથી આવતો આ દૂધિયો ધોધ એ એક મનોહર વાર્તા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે એક દિવસ લિકાઇ નામની સ્ત્રી પોતાના કામથી ઘરે પરત આવી ત્યારે તેણે તેના પતિને પૂછ્યું કે તેનો પુત્ર ક્યાં છે? પતિએ કહ્યું, મેં તેને કાપીને ખાવા માટે રાંધ્યું છે. આ સાંભળીને લિકાઇ પાગલ થઈ ગઈ અને ધોધમાં કૂદી ગઈ અને પોતાનો જીવ આપ્યો. ત્યારથી, ધોધનું નામ નોહકલિકાઈ રાખવામાં આવ્યું છે. આ ધોધની સુંદરતા પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે, આ સિવાય ઘણી પ્રાચીન અને સુંદર ગુફાઓ છે. આ ગુફાઓ ઘણા કિલોમીટર લાંબી છે.

ચેરાપુંજીમાં ખાયર જાતીના લોકો રહે છે. અહીંના લોકોએ કહ્યું કે ચેરાપુંજીનું જૂનું નામ સોહરા છે. જ્યારે બ્રિટિશરો અહીં આવ્યા, ત્યારે તેઓ એ આ સ્થળને ચુર્રા કહેવાનું શરૂ કર્યું. પાછળથી ચુર્રા નુ ચેરા થયુ અને હવે તે ચેરાપુંજી તરીકે ઓળખાય છે. જો કે હવે ફરીથી ચેરાપુંજીને સોહરા કરી નાખવામા આવ્યુ છે, પરંતુ લોકો ફક્ત ચેરાપુંજીને જ કહે છે. ચેરાપુંજી હિલસ્ટેશનમા ડેવિડ સ્કોટનું એક સ્મારક છે જે મુલાકાત લેવા યોગ્ય છે. આ સિવાય મને ચેરાપુંજીની કેટલીક પરંપરાઓ પણ જાણવા મળી. ચેરાપુંજીની લગ્નજીવનની એક અલગ પરંપરા છે, આ પરંપરા મુજબ પરિવારની સૌથી નાની પુત્રી સંપત્તિની વારસદાર હોય છે.

માસ્મસા ગુફા

આ બધુ જોતા સમજતા હું અહીંની પ્રખ્યાત ગુફા માસ્મસા જોવા માટે નીકળી પડ્યો. અહીં એક અલગ જ રોમાંચ છે, તે પ્રકૃતિનુ અદભૂત પરિમાણ છે. આ ગુફાઓ પ્રકૃતિની પોતાની અનન્ય અને અનોખી રચના છે. પત્થરોએ ગુફાની અંદર અનેક આકાર લીધા છે. ક્યાંક હાથી, ઘોડા, હરણ તો ક્યાંક ફૂલો અને પક્ષીઓ એવી રીતે બન્યા છે કે તેને જોયા વિના જવાનુ મન જ ન થાય. આ ગુફામાં એક મૂર્તિ છે, જેમાં હજારો ફેણનો સાપ બન્યો છે અને નજીકમાં જ એક શિવલિંગ છે. જ્યારે અમે ગુફામાં પ્રવેશ્યા ત્યારે, તે ઘૂંટણ સુધી પાણી ભરેલું હતું અને આ ગુફાને ઠંડક આપતુ હતુ. પથ્થરોના ઊંચા નીચા, ક્યાંક ચીકણા તો વળી ક્યાંક સાંકડા અને પહોળા આકાર ઉપર ચાલવું મુશ્કેલ હતું, પરંતુ મજા આવી રહી હતી. સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે પહેલાં તે ગુફા અંધકારમય રહેતી હતી, પરંતુ હવે સરકારે અહીં લાઈટો લગાવી દીધી છે.

ચેરાપુંજી, ખાસ કરીને તેની ઘુંઘરાલી પર્વતમાળા અને વાદળોની ધમાચકડિ માટે પ્રખ્યાત છે. વળાંકવાળા વાદળોથી ઘેરાયેલ ચેરાપુંજી, સુંદરતાના દુર્લભ રંગો ફેલાવે છે. જેને જોઈને હુ મોહિત થઈ ગયો હતો. ચારે બાજુ હરિયાળી હતી. ચેરાપુંજીના પુલો કુદરતી છે, અહીં આવીને લાગ્યું કે આપણે પ્રકૃતિના ખોળામાં છીએ. આ કુદરતી પુલોની મજબુતી બેમિસાલ છે. ઝાડના મૂળને જોડતા આ નાના પુલ ખરેખર જોવાલાયક છે. આ બધા પુલ કાઈ જાતે જાતે અચાનક જ નથી બની ગયા, અહીંના લોકો તેમને પ્રકૃતિની સાથે બનાવે છે. આ પરંપરાગત તકનીકથી પુલ બનાવવામાં 10 થી 15 વર્ષ જેટલો સમય લાગે છે.

ચેરાપુંજી ભારતના તે સ્થળોએ આવે છે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. જેના કારણે આ હિલ સ્ટેશન દેશ અને વિશ્વની સૌથી પ્રિય જગ્યાઓ માથી એક છે. તે કહેવું યોગ્ય રહેશે કે ચેરાપુંજી હિલ સ્ટેશન એ સુંદરતા, અદભૂત પાસાઓ અને પ્રકૃતિનો અનોખો પરિમાણ છે. ચેરાપુંજી હિલ સ્ટેશનને વાદળોનુ ઘર કહેવામાં આવે છે. ચેરાપુંજીમાં ચાલતી વખતે મને પણ આનો અહેસાસ થતો હતો. આ હિલ સ્ટેશન નજીક ઘણું બધું છે જ્યાં જઈ શકાય છે. ખાસ કરીને આમાં તમારે માસસ્મા કેવ, ક્રેમ માલ્મલહ ગુફા, સેવેન સિસ્ટર્સ વોટરફોલ, ક્રેમ ફલેટ, નેશનલ પાર્કની મુલાકાત લેવી જ જોઇએ.

ચેરાપુંજી કેવી રીતે પહોંચવું?

ચેરાપુંજી પર જવાનું ખૂબ જ સરળ છે અને આ માટે તમે કોઈપણ સાધન પસંદ કરી શકો છો. જો તમારે ફ્લાઇટ દ્વારા આવવું હોય તો નજીકનું એરપોર્ટ ગુવાહટી છે. ગુવાહટીથી ચેરાપુંજીનું અંતર 181 કિ.મી. છે. જો તમે રેલથી આવવાનું વિચારી રહ્યાં છો, તો નજીકનું રેલ્વે સ્ટેશન પણ ગુવાહાટી જ છે. આ સિવાય તમે માર્ગ દ્વારા પણ ચેરાપુંજી પહોંચી શકો છો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads