પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!!

Tripoto
Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! 1/2 by Romance_with_India

મારું ઘર દિલ્હીમાં છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી હું બેંગ્લોરમા રહેવા લાગી છું. બેંગ્લોરમાં રહેવાનો ફાયદો ત્યાંનું સારું હવામાન તો છે જ, પરંતુ ખાસ વાત એ છે કે અહીંથી ગોવા, હમ્પી, ચિકમગલુર, ઊટી, કુર્ગ જેવી જગ્યાઓ નજીકમાં છે. ગયા અઠવાડિયે મેં ગોવામાં જવાનું નક્કી કર્યું – જો કે હું દર વર્ષે ત્યાં જઉં છું, પરંતુ ચોમાસા દરમિયાન ક્યારેય નથી ગઈ.

બેંગ્લોરથી ગોવા રૂટ પર ઘણા પ્રાઈવેટ બસ ડ્રાઇવરો છે, જેમા નિયમિત સીટરથી લઈ એસી સ્લીપર અને વોલ્વો સુદ્ધા ઉપ્લબ્ધ છે. પરંતુ પ્રાઈવેટ ટૂર ઓપરેટરો સાથેનો મારો અનુભવ કંઇક ખાસ નથી (આ મારો વ્યક્તિગત અનુભવ છે). મને સરકારી બસો વધારે ગમે છે કારણ કે તેમના ડ્રાઇવરો તેમના આગમન અને પ્રસ્થાન સમયને લઈને વધુ શિસ્તબદ્ધ છે અને આદરથી વર્તે છે.

Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! 2/2 by Romance_with_India
Day 1

કાનકોનામાં દિવસની શરૂઆત

શનિવારે સવારે 6 વાગ્યે ગોવામાં મારો પહેલો દિવસ હતો અને તેને એક સુખદ અનુભવ બનાવવા માટે મનમોહક સુર્યોદય મારી સામે હતો, ચારેય બાજુ બધુ લીલુંછમ, વરસાદથી ધોવાયેલા જંગલો, દૂર સુધી ફેલાયેલો સમુદ્ર અને ઝાકળ; અને ધુમ્મસની વચ્ચે ચમકતો સુર્ય. તે અનુભવ ખરેખર દિલમા વસી જનારો હતો.

Credit : S Rahul Bose

Photo of Canacona, Goa, India by Romance_with_India

હું કાનકોના પહોંચી ગઈ. તે ગોવાનો સૌથી દક્ષિણી છેડો છે, જે પંજીમથી લગભગ 2 કલાક જેવો થાય છે. મને કાનકોનામાં મારા મિત્રનું ગેસ્ટ હાઉસ રહેવાનું મળી ગયુ જેણે મારો હોટેલનો ખર્ચો બચાવ્યો. ત્યાં 9 વાગ્યે પહોંચ્યા પછી, કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના મે કપડા બદલ્યા અને બીચ તરફ નીકળી પડી.

આસપાસ ફરવા માટે: તમે એક કાર (₹ 600-800) અથવા બાઇક ( ₹ 150–300) ભાડે લઈ શકો છો. ઓફ-સીઝનને લીધે, બસ સ્ટોપ અથવા રસ્તાઓ પર ભાગ્યે જ કોઈ પ્રવાસીઓ દેખાતા હતા. આશા છે કે કદાચ કોઈ બીચ પર મળી જાય.

ગલજીબાગ બીચ

ઘરે પેટ ભરીને નાસ્તો કર્યા પછી હું મારા ફેવરીટ બીચ ગલજીબાગ પહોંચી. તે દક્ષિણ ગોવાનો સૌથી સ્વચ્છ બીચ છે અને ખુબ ઓછા લોકો તેનાથી પરિચિત છે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ કોઈપણ શૈક ખુલ્લા ન હોવાને કારણે મારે નિરાશ થવુ પડ્યુ. ઓફ-સીઝન ના કારણે બધું બંધ હતું. બીચ પર ફક્ત હું અને માત્ર એક લાઇફ ગાર્ડ હતો. પછી તેણે મને કહ્યું કે આ દિવસોમાં આ બીચ ખાલી છે કારણ કે દરિયામાં ભરતીના કારણે આ મોસમમાં તરવું અને આરામ કરવો સલામત નથી. જો મારે તરવું હોય તો તેઓએ મને બપોરના 4 વાગ્યાની આસપાસ પાલોલેમ બીચ પર જવાનુ સૂચન કર્યું.

Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! by Romance_with_India

પાલોલેમ બીચ

બપોરે 2 વાગ્યે હુ પાલોલેમ બીચ માટે નીકળી પડી. પરંતુ આ ચોમાસાની ઋતુમાં ત્યા પણ 50 શેકમાથી માત્ર 2 ખુલ્લા હતા. તેની મોનોપોલી અને અન્ય કોઈ વિકલ્પ ન હોવાને લીધે શેક ખુબ મોંઘા પડે છે. પરંતુ એક વાત એ પણ આશ્વાસન આપતી હતી કે આ સમયે એક સુંદર બીચ પર ફક્ત 20 -30 લોકો હતા અને ત્યાં કોઈ ભીડ ન હતી.

સાંજે 4 વાગ્યે હું દરિયા તરફ ગઈ. સાફ આકાશ, મોટા મોટા મોજા અને આકાશને અડતા ઊંચા નાળિયેરનાં ઝાડ; મને વિશ્વાસ થવા લાગ્યો હતો કે હું આ નવા ગોવાના પ્રેમમાં પડી રહી છું.

ગોવામાં પણ છેડતી

અરે ભાઈ રાહ જુઓ, આ ભારત છે !!! અચાનક મને ખ્યાલ આવ્યો કે હું જ્યાં જ્યાં જઇ રહી હતી ત્યાં 4 - 5 યુવકો મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. અને હું વિચારવા લાગી કે શું સમુદ્ર પણ સ્ત્રીઓ માટે હવે સલામત નથી. શું તમે વિશ્વાસ કરી શકો છો?

મે લામ્બા સમય સુધી તેમને અવગણવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી મેં લાઈફ ગાર્ડને તેમની ફરિયાદ કરવાનું નક્કી કર્યું. મને આશ્ચર્ય થયુ જ્યારે મેં એક પોલીસ કર્મચારીને મારી તરફ આવતો જોયો અને તેણે મને પૂછ્યું "શું તેઓ તમને હેરાન કરી રહ્યા છે?", અને મારા 'હા' ના જવાબમાં તેમણે કહ્યું, "અમે આ લાઈફ ગાર્ડ બુથથી નોટીસ કરી રહ્યા હતા તેથી જ હું આવ્યો.”

તેણે તરત જ એ બધા જ લફંગાઓને દરિયામાંથી બહાર નીકળવા અને તરત જ બીચ છોડવાનું કહ્યું, પરંતુ તેમને સારી રીતે માર્યા પછી !!! પછી મેં થોડી ચોકલેટ આપીને લાઈફ ગાર્ડ અને પોલીસકર્મીનો આભાર માન્યો. ગોવા પોલીસ પ્રત્યે મારો વિશ્વાસ વધી ગયો.

Day 2

મને દક્ષિણ ગોવાના ઘણા વિશાળ ઝરણાઓ વિશે જણાવવામાં આવ્યું હતું જે ચોમાસા દરમિયાન તેમના એક્ષ્ટ્રિમ પર હોય છે. એટલે હું બીજા દિવસે એ જોવા માટે નીકળી પડી.

Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! by Romance_with_India

સવારે 11 વાગ્યે, હું અને ગેસ્ટ હાઉસની કેટલીક છોકરીઓ વૉટરફોલ જોવા માટે રવાના થઈ. 3 ઝરણા અને સતત વરસાદ, અમે આખા સફર દરમ્યાન ભીના હતા.

પરંતુ મારા માટે આ પહેલીવાર હતું, ઝરણાની અંદર જવુ, તળાવમાં તરવું અને મારી પીઠ ઉપર 30 મીટર ઊંચાઈએથી ઝરણાનુ પાણી પડવું, એ બધુ જ મને એક્યુપ્રેશર જેવી માલિશ આપી રહ્યુ હતુ, પલળવુ બિલકુલ ખરાબ ન લાગ્યું !!!

Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! by Romance_with_India

આટલા લાંબા સમય સુધી ભીના રહેવાને કારણે હું ખુબ થાકી ગઈ હતી એટલે પલોલેમ બીચ શેક પર જલ્દીથી ડિનર કરી ઘરે પાછી જવા માગતી હતી. પણ અમે રોકાણા !!

રાત્રે 8:30 વાગ્યે મૌસમ અને ભરતીની જાણકારી માટે મારો ફોન ચેક કર્યો તો મારી તો ખુશીનો પાર ન રહ્યો જ્યારે મને ખબર પડી કે 10:45 વાગ્યે હાઈ ટાઈડ્સ છે. હું તે તક ગુમાવવા નહોતી માગતી તેથી હુ બીચ પર જ રહી. રાત્રે 10 વાગ્યા સુધીમાં હાઇ ટાઇડ્સે આખા બીચને ઘેરી લીધું હતું અને મોજાઓ શૈક સુધી પહોચી ગયા હતા. હુ આ પ્રકારનુ દ્રશ્ય પહેલી વાર જોઈ રહી હતી. ત્યાંના કૂતરાઓ સલામત સ્થળ શોધવા દોડવા લાગ્યા અને મારી આસપાસ લગભગ 10 જેટલા કુતરાઓ ત્યાં બેઠા બેઠા વિચારતા હતા કે હું તેમની મસીહા છું જે તેમને બચાવશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ફીટ 10:45 વાગ્યે, મેં પાલોલેમ બીચ પર અત્યાર સુધીની સૌથી મોટી હાઈ ટાઈડ જોઈ હતી, મારા શૈકની સીડીઓ સુધી પાણી આવી ગયુ હતુ અને મને ખબર પડી ગઈ હતી કે હવે ઘરે પાછા ફરવુ પડશે, નહી તો કાર સુધી જવા માટે પણ ચાલવાની જગ્યા રહેવાની નથી.

ગોવા ટ્રીપનો છેલ્લો દિવસ

મારા પ્રિય ફ્રેન્ચ ટોસ્ટ અને કોફી નાસ્તા પછી હું ફરીથી પાલોલેમ બીચ પર ગઈ, પરંતુ હજી પણ હાઇ ટાઇડ હતી !!! મારા ફોનના વેધર રિપોર્ટએ મને સુચવ્યુ કે છે કે લૉ ટાઈડ બપોરે 4 વાગ્યા પછી હશે, તેથી મારે ત્યાં સુધી રાહ જોવી પડશે.

ટહેલતા ટહેલતા મે બીચના બીજા છેડે પહોચી જોયુ કે અહિ ઘણી બધી બોટ હતી, જ્યારે આ મોસમમાં બોટિંગ અને ફિશિંગની મંજૂરી નથી હોતી. ત્યા જ એક માછીમાર આવ્યો અને પૂછ્યું કે મારે બેકવોટર બોટિંગ કરવા જવું છે કે કેમ! કેરલમાં તો બેકવોટર સાંભળ્યું હતુ,પણ ગોવામાં? પછી તો મારી ઇચ્છાને વધુ દબાવ્યા વિના હું બોટીંગ માટે તૈયાર થઈ ગઈ અને મને જેની રાહ હતી તે મળી ગયુ. ગોવાનું એકદમ અલગ સ્વરૂપ.

Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! by Romance_with_India
Photo of પાર્ટી, ડાન્સ અને ભીડ ભાડ થી દૂર, જુઓ ગોવાની બીજી બાજુ !!! by Romance_with_India

શાંત બેકવોટર્સ, અસંખ્ય કરચલાઓનું ઘર, એકબીજાને સંતુલિત કરતી ખડકો, સમડી અને બાજ તથા નાની માછલીઓને પકડતી મોટી માછલીઓ! વાહ !! તે 1 કલાકની બોટિંગ મંત્રમુગ્ધ કરી દે તેવી હતી! ત્યાંથી પાછા આવીને મેં મારી ગોવા ટ્રીપ દરિયામા તરતા તરતા, મોજાઓ સાથે ગમ્મત કરતા પુરી કરી. હવે બેંગ્લોર પાછા જવાનો સમય નજીક હતો તેથી ગેસ્ટ હાઉસમાં જઈ, બેગ પેક કરવાનો સમય આવી ગયો હતો.

તો ગોવા ટ્રીપની કેટલીક ખાસ વાતો

- જો તમે પાર્ટી અને નાઇટ લાઇફ શોધી રહ્યા છો તો ચોમાસા દરમિયાન ગોવામાં ન જાવ.

- જો તમે શાંતિ અને પ્રકૃતિ પ્રેમી છો, તો ચોમાસા દરમિયાન ચોક્કસપણે ગોવામાં જાવ.

- બેકવોટર્સ રાઈડીંગ કરવી જ જોઇએ.

- જો તમને ધોધનો આનંદ માણવો હોય તો ચોમાસા દરમિયાન ગોવામાં જાવ.

- પર્યાપ્ત કપડાં પેક કરો કારણ કે મોટાભાગના સમયે તમે ભીના જ રહેશો.

- મચ્છરથી બચવાની ક્રીમ ભૂલશો નહીં.

આ વિકેંડ ટ્રીપનો કુલ ખર્ચ ₹ 5000 થયો જેમા મારો સ્ટે ફ્રી હતો. જે થોડું મોંઘું છે, પણ મને ટ્રીપમા એટલી મજા આવી કે બધા પૈસા વસુલ થઈ ગયા.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads