છેલ્લા બે વર્ષોમાં કોરોનાના કારણે લોકોનું હરવા-ફરવાનું બંધ હતું. પરંતુ ઝડપથી ઓછા થતા કેસો વચ્ચે લોકો પોતાની રજાઓનું પ્લાનિંગ કરવા લાગ્યા છે. જો તમે ઘણાં સમયથી વિદેશ ફરવા નથી ગયા તો અમે તમને કેટલાક એવા દેશોની જાણકારી આપીશું જ્યાં ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી છે. આવો જાણીએ કયા છે તે સુંદર દેશો જ્યાં તમે વિઝા વગર (Visa free countries) ફરી શકો છો અને કઇ જગ્યાઓ પર વિઝા ઓન અરાઇવલ (visa on arrival for Indians) ની સુવિધા છે.
બાર્બાડોસ (Barbados)-
બાર્બાડોસ પ્રકૃતિની ગોદમાં વસેલો એક સુંદર દેશ છે. આ દેશ પ્રશાંત મહાસાગરના પશ્ચિમી હિસ્સામાં કેરેબિયન ટાપુ પર સ્થિત છે. અહીં તમે 90 દિવસ સુધી વિઝા વગર ફરી શકો છો. પાસપોર્ટ ઇન્ડેક્સમાં તેનું રેન્કિંગ 21 છે. બાર્બાડોસને 'ધ લેન્ડ ઑફ ફ્લાઇંગ ફિશ' (The land of the flying fish) ના નામથી પણ ઓળખવામાં આવે છે.
ભૂટાન (Bhutan)-
ભારતનો પડોશી દેશ ભૂટાન પર્યટકોની પસંદગીની જગ્યા છે. ભારતીયોએ ભૂટાન જવા માટે કોઇ વિઝાની જરુર નથી પડતી. પાસપોર્ટ કે અન્ય વેલિડ આઇડી અહીં આવવા માટે પર્યાપ્ત છે. ભૂટાનના પાસપોર્ટનું રેન્કિંગ 90 છે. જો તમે ઓછા બજેટમાં વિદેશ ફરવા માંગો છો તો ભૂટાન જઇ શકો છો. જો કે તમારે ટૂરિસ્ટ પરિમિટ લેવી પડશે. પારો, દોચુલા પાસ, હા વેલી, પુનાખા, જોંગ, તકશાંગ લહખાંગ જેવી ઘણી શાનદાર જગ્યાઓ તમે ફરી શકો છો.
ડોમિનિકા (Dominica)-
સક્રિય જ્વાળામુખીનો દેશ ડોમિનિકા ભીડભાડથી દૂર છે. ભારતીયો માટે 180 દિવસો માટે વિઝા ઓન અરાઇવલ ફ્રી છે. આ દેશ કેરેબિયન સાગરમાં આવેલો છે. અહીંનું બૉયલિંગ લેક ઘણું જ પ્રસિદ્ધ છે. જંગલ સફારીની મજા પણ માણી શકાય છે.
ઇન્ડોનેશિયા (Indonesia)-
ઇન્ડોનેશિયા ફરવા માટે પણ વિઝાની જરુર નથી. અહીં 30 દિવસ વિઝા વગર ફરી શકાય છે. બાલી ઘણાં લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. અહીંના સુંદર બીચ, અંડરવોટર એક્ટિવિટી, આર્ટ ગેલેરી પ્રખ્યાત છે.
ગ્રેનાડા (Grenada)-
કેરેબિયન આઇલેન્ડ ગ્રેનાડામાં તમને 90 દિવસો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે. પાસપોર્ટ રેન્કિંગમાં તેનો 33મો નંબર છે. આ દેશને આઇલેન્ડ ઑફ સ્પાઇસ પણ કહેવાય છે.
હૈતી (Haiti)-
હૈતી પણ કેરેબિયન દેશોમાંનો જ એક દેશ છે. પાસપોર્ટ રેન્કિંગમાં તેનું સ્થાન 93મું છે. એરપોટ પર તમારે ટૂરિસ્ટ ફી આપવી પડશે. પ્રૂફ તરીકે તમારી પાસે પાસપોર્ટ, રોકાવાની ડિટેલ્સ અને રિટર્ન ટિકિટ હોવી જોઇએ. અહીં તમે સિટાડેલે ફોર્ટ, સૈન સૂસી પેલેસ, પોર્ટ ઓ પ્રિન્સ, અમિગા આઇલેન્ડ, બેસિન બ્લૂ અને સુંદર ચર્ચનો આનંદ લઇ શકો છો.
મોરિશિયસ (Mauritius)-
ખાસ કરીને હનીમૂન માટે ભારતીયો દુનિયાના ધનિક દેશોમાં સામેલ એવા મોરિશિયસ જવાનું વધુ પસંદ કરે છે. ભારતીય પાસપોર્ટ ધારકો અહીં 90 દિવસ વિઝા વગર રહી શકે છે. જો કે રિટર્ન ટિકિટ હોવી જરુરી છે. અહીં બ્લેક રિવર ગૉર્ગેસ નેશનલ પાર્ક, બેલ્લે મેયર પ્લેજ બીચ, સર સીવૂસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડન ટ્રુ બોક્સ બીચીસ અને લે મોર્ને બ્રેન્ટ જેવી જગ્યાએ ફરી શકો છો. તેનો પાસપોર્ટ રેન્કિંગ 30 છે.
મોન્ટસેરાટ (Montserrat)-
મોન્ટેસેરાટમાં ભારતીયો 3 મહિના વિઝા વગર રહી શકે છે. અહીં મોંટસેરાટ, કોસ્ટલાઇન, સોફિયર હિલ્સ વૉલકેનો, રેન્ડેજવસ બે, લિટિલ બે બીચ જેવી સુંદર જગ્યાઓ છે.
નેપાળ (Nepal)-
નેપાળમાં માત્ર આઇડી પ્રૂફ સાથે ફ્રી થઇને ફરી શકાય છે. નેપાળમાં કાઠમાંડૂ, પોખરા, ભક્તપુર, લુમ્બિની અને ચિત્તવન નેશનલ પાર્ક જોવાલાયક છે.
નીયૂ ટાપુ (Niue Island)-
આ સ્વર્ગ જેવી જગ્યા પર તમે 30 દિવસ વિઝા વગર રહી શકો છો. ટોટૂ રીફ, મતાપા, ચૈશ્મ, લિમૂ પૂલ, અવેકી કેવ્સ, ઉતુકો બીચ, પલાહા કેવ અને ટાઓગા નીયૂ મ્યૂઝિયમ જેવી ઘણી જગ્યાઓ ફરી શકાય છે.
સેન્ટ વિન્સેંટ એન્ડ ગ્રેનેડાઇંસ (Saint Vincent and the Grenadines)- ભારતીયો અહીં એક મહિનો વિઝા ફ્રી રહી શકે છે. આ જગ્યા તેના બીચ માટે ફેમસ છે. અહીં તમે બેક્યૂઆ, મેરીટાઇમ મ્યૂઝિયમ, ફાયરફ્લાઇ પ્લાન્ટેશન, ટોબેગો કેઝ, પેટિટ સેન્ટ વિન્સેટ, પામ આઇલેન્ડ, સોલ્ટ વિસલ બે અને વોલકેનો હાકિંગ ટૂર પર ફરી શકો છો.
સમોઆ (Samoa)-
પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ સાથે અહી રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો ટેસ્ટ માણી શકાય છે. એપિયા, લોટોફાગા, સવિયા અહીંના પ્રસિદ્ધ શહેરો છે. તમે અહીં રોર્બટ લુઇ સ્ટીવેન્સ મ્યૂઝિયમ અને સમોઆ કલ્ચર વિલેજ ફરવા જઇ શકો છો.
સર્બિયા (Serbia)-
પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ સાથે 30 દિવસ વિઝા ફ્રી રહી શકાય છે. આ દેશ તેની રંગીન રાતો માટે જાણીતો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીં શાનદાર પહાડો, સુંદર ખીણો અને ડેન્યૂબ નદીની આસપાસના દ્રશ્યો માણવાની મજા પડશે.
હોંગકોંગ એસએઆર (Hong Kong SAR)-
અહીં એવા દર્શનીય સ્થળ છે જેને જોવા પર્યટકો દૂર દૂરથી આવે છે. ભારતીયો 14 દિવસ વિઝા વગર રહી શકે છે. પાસપોર્ટ રેન્કિંગમાં તેનું સ્થાન 17મું છે. પાસપોર્ટ સિવાય અહીં પ્રી અરાઇવલ રજિસ્ટ્રેશન કરાવવું પણ જરુરી છે. અહીં ડિઝનીલેન્ડ, વિક્ટોરિયા પીક, સ્ટાર ફેરી, હોંગકોંગ સ્કાઇલાઇન જેવી ઘણી જગ્યાઓ ફેમસ છે.
ત્રિનિદાદ અને ટોબેગો (Trinidad and Tobago)-
પાર્ટી કરનારા માટે આ ફેવરિટ જગ્યા છે. તમે અહીં 90 દિવસ વિઝા વગર રહી શકો છો. જો તમને સ્નોર્કલ અને ડ્રાઇવિંગ પસંદ છે તો અહીં જરુર આવો. અહીં દરેક પ્રજાતિના પક્ષીઓ જોવા મળશે.
આ દેશોમાં વિઝા ઑન અરાઇવલની સુવિધા-
માલદીવ, જોર્ડન, કેન્યા, શ્રીલંકા, લાઓ, કંબોડિયા, થાઇલેન્ડ, પલાઉ, બોલિવિયા, બુરુંડી, મેડાગાસ્કર, યુગાંડા, ઇક્વાડોર, ઇથોપિયા જેવા દેશો ભારતીયોને વિઝા ઑન અરાઇવલની સુવિધા આપે છે.