માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ

Tripoto
Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

ભારતના ઐતિહાસિક સ્થળોની વાત કરવામાં આવે તો તેમાં તાજમહેલનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. આ એક એવી ઇમારત છે જેને દુનિયાના સાત અજાયબીમાંથી એક માનવામાં આવે છે. તમને ખબર જ હશે કે આને શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં બનાવાયો હતો. પરંતુ શું તમે જાણો છો કે તાજમહેલ ફક્ત ઇન્ડિયામાં નહીં પરંતુ વિદેશોમાં પણ છે. જી હાં, ચોંકશો નહીં, આખી દુનિયામાં ઘણાં તાજમહેલ છે જે બરોબર ઓરિજિનલ જેવા લાગે છે. તો આવો વાંચો આ સમાચાર અને જાણો આગ્રા ઉપરાંત, અન્ય જગ્યાઓ પર કેવા હોય છે તાજ મહેલના દીદાર...

Taj Mahal in Bangladesh

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ પણ આ લિસ્ટમાં પાછળ નથી. બાંગ્લાદેશના પાટનગર ઢાકાના સોનરગામમાં પણ તાજમહેલની રેપ્લિકા બનેલી છે. આ પ્રોજેક્ટની શરૂઆત 2008માં થઇ હતી અને તે 5 વર્ષમાં બનીને તૈયાર થઇ ગયો હતો. આને બાંગ્લાદેશી ફિલ્મ મેકર અહસાનદુલ્લાહ મોનીએ બનાવ્યો છે. તેમાં અંદાજે 56 મિલિયન ડૉલરનો ખર્ચ થયો છે. જો કે આના બન્યા બાદ ઢાકામાં ઇન્ડિયન હાઇ કમિશને આપત્તિ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે આ પ્રકારની રેપ્લિકા બનાવવાથી અસલી તાજમહેલ જોનારા ડિસ્ટ્રેક્ટ થઇ શકે છે.

Taj Mahal in Kuwait

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

કુવૈતમાં બનેલો As Sadeeqa Fatimatul Zahra Mosque ની ઓળખ તાજમહેલ તરીકે કરવામાં આવે છે. તેની બહારની ડિઝાઇન બિલકુલ ઓરિજિનલ તાજમહેલ જેવી જ છે. આ સાથે જ તમને જણાવી દઇએ આ અસલી તાજમહેલ કરતાં 3 ગણો મોટો છે. જેના કારણે તેની કુવૈતની સૌથી સુંદર અને ફેમસ બિલ્ડિંગ્સમાં ગણતરી થાય છે. જોજોજોજજો કે તેની ઇન્ટરનેશનલ ડિઝાઇન થોડિક અલગ છે. તો તેની રેપ્લિકાનો આઇડિયા ત્યાંના એક નેતા હસન જોહરે આપ્યો હતો.

Taj Mahal in China

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

ચાઇનાના સિનઝિનમાં બનેલી તાજમહેલની રેપ્લિકા લોકોને ઘણા આકર્ષિત કરે છે. તેની ડિઝાઇન હૂબહૂ આગ્રાના તાજમહેલ જેવી જ છે. જો કે, સાઇઝમાં આ રેપ્લિકા ઘણી નાની છે. તો પણ તાજમહેલની સુંદરતાને જાણે કે પોતાનામાં સમેટી લીધી છે.

Taj Mahal in Uttar Pradesh

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

ઇન્ડિયામાં ઓરિજિનલ તાજમહેલ તો આગ્રામાં છે, પરંતુ તેની રેપ્લિકા તમને ઘણી જગ્યાએ મળી જશે. આ બધાની વચ્ચે ખાસ છે બુલંદશહેર જિલ્લામાં બનેલો એક તાજમહેલ. તેની ડિઝાઇન સંપૂર્ણ રીતે આગ્રાના તાજમહેલ જેવી છે પરંતુ તેના બનવા પાછળની કહાની ઘણી ભાવનાત્મક છે. હકીકતમાં તેને બનાવનારા ફેઝલ હસન કાદરી પોતાની બેગમથી ઘણાં પ્રેમ કરતા હતા અને બેગમના ગુજરી ગયા બાદ તેમની યાદમાં બનાવ્યો હતો. ગામમાં રહેનારા કાદરી જણાવે છે કે તેને બનાવવામાં 9 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, તેના માટે તેમણે પોતાની જમીન પણ વેચી હતી. બુલંદશહેરમાં સ્થિત આ છોટે તાજમહેલના નામથી ઓળખાય છે.

બીબીનો મકબરો

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

બીબીનો મકબરો જેને દક્કનના તાજના નામે પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લાનું એક મુખ્ય સ્મારક છે. આ સ્મારકની રચના ઓરંગઝેબના પુત્ર રાજકુમાર આજમ શાહે પોતાની માતાની યાદમાં કરી હતી.

સૌથી રસપ્રદ વાત તેની રચનાની એ છે કે જેણે બીબીનો મકબરો ડિઝાઇન કર્યો, તે કોઇ બીજું નહીં પરંતુ અસલી તાજ મહેલ બનાવનારા વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહૌરીના પુત્ર અતાહ ઉલ્લાહ હતા.

હુમાયુનો મકબરો

હુમાયુનો મકબરો તાજ મહેલથી જુની સંરચના છે, જેને અકબર દ્વારા બનાવાયો હતો. જો કે આ રચનાનું નિર્માણ લાલબલુઇ પથ્થરથી કરવામાં આવ્યું છે. તો પણ થોડોક અસલી જેવો દેખાય છે. કહેવાય છે કે તાજમહેલની ડિઝાઇન હુમાયૂના મકબરાથી જ પ્રેરિત થઇને તૈયાર કરવામાં આવી છે.

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

લાલ તાજ

લાલ તાજ એક ખાસ રચના છે કારણ કે તેનું નિર્માણ એક પત્ની દ્વારા પોતાના પતિની યાદમાં કરાવાયું હતું. આ એક કબર છે જેને ડચ સૈનિક જૉન વિલિયમ હેસિંગની યાદમાં તેની પત્ની એન હેસિંગ દ્વારા બનાવાઇ હતી. આ અસલી તાજમહેલની જેમ વિશાળ અને ભવ્ય ભલે ન હોય પણ આ નાનકડી રચના પણ આગ્રાની મહત્વપૂર્ણ રચનાઓ પૈકીની એક છે જેને તમે જોવાનું બિલકુલ ભુલતા નહીં.

લઘુ તાજમહેલ

તમને બેંગ્લોરમાં પણ એક નાનકડો તાજમહેલ જોવા મળશે. એક બીજી વ્યક્તિ પ્રેમના આ મહાન પ્રતીકથી પ્રેરિત થયો અને પોતાની પત્નીની યાદમાં નાના તાજ મહેલનું નિર્માણ કરી નાંખ્યું. આ નાનકડો તાજમહેલ જયદેવા હોસ્પિટલની પાસે જ બન્નેરઘાટા માર્ગ પર આવેલો છે.

અસલી તાજ મહેલ

ભલે ગમે તેટલી પ્રતિકૃતિ બની જાય પણ આગ્રાના અસલી તાજમહેલના આકર્ષણ અને ભવ્યતાને કોઇ નહીં હરાવી શકે. આ સ્મારક અને તેની પાછળની કહાની વિશ્વભરમાં ઘણાંને પ્રેરિત કર્યા છે. એટલે તેમાં કોઇ શંકા કે આશ્ચર્યની વાત નથી કે કેમ તેને ભારતમાં સ્થિત પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

તાજમહેલ ઇતિહાસકારોના મતે, આગ્રા એ મોગલોનું પ્રિય શહેર હતું અને આગ્રા લાંબા સમયથી મોગલોની રાજધાની હતી. ઇબ્રાહિમ લોદીએ 1504 માં આગ્રા શહેર સ્થાયી કર્યું. જ્યારે શાહજહાં મુઘલોનો બાદશાહ બન્યો ત્યારે તેણે ઘણી ઇમારતો બનાવી. જેમાંથી તાજમહેલ એક છે.

બગદાદથી તાજમહલ બનાવવા માટે કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. સફેદ આરસપહાણના પથ્થર પર ફૂલોને કોતરવાની જવાબદારી મધ્ય એશિયાના બુખારા શહેરના એક કારીગરને આપવામાં આવી હતી. જ્યારે કારીગરો તાજ મહેલના ગુંબજ બનાવવા માટે તુર્કીના ઇસ્તંબુલથી આવ્યા હતા. તેવી જ રીતે, ઘણા દેશોના કારીગરોને તાજમહેલ બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

કુશળ કારીગરોને શોધવામાં 6 મહિનાનો સમય લાગ્યો અને 6 મહિના પછી 37 ઉત્તમ કારીગરો એકઠા થયા. 37 કારીગરો ઉપરાંત 20 હજાર મજૂરો તાજમહેલ બનાવવા માટે કાર્યરત હતા. તાજમહેલ સફેદ આરસના પત્થરથી બનેલો છે અને આ પથ્થર રાજસ્થાનના મકરાણાથી લાવવામાં આવ્યો હતો. આ સિવાય કિંમતી રત્નોનો ઉપયોગ બનાવવામાં પણ થતો, જે ફાગિસ્તાન, તિબેટ, ઇજિપ્ત, રશિયા, ઈરાન વગેરે દેશોમાંથી લાવવામાં આવતા.

Photo of માનો કે ના માનો, ભારત સહિત દુનિયામાં છે ઘણાં ડુપ્લિકેટ તાજમહેલ by Paurav Joshi

તાજ મહેલ 22 વર્ષમાં તૈયાર થયો તાજમહેલને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યાં. તાજમહેલનું નિર્માણ 1630 એડીમાં શરૂ થયું હતું અને બાંધકામ લગભગ 1652 સુધી ચાલ્યું હતું. તાજમહેલનો મુખ્ય ગુંબજ 60 ફૂટ ઉંચો અને 80 ફૂટ પહોળો છે. આ ગુંબજ પર ઘણા કિંમતી રત્નો પણ ભરાયેલા હતા. જો કે આ રત્નો બ્રિટિશ યુગમાં લેવામાં આવ્યાં હતાં.

મુમતાઝ મહેલની કબર: મુમતાઝ મહેલના અવસાન પછી તેમને તાજમહેલમાં દફનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, શાહજહાંના મૃત્યુ પછી, તેમને મુમતાઝ સાથે દફનાવવામાં આવ્યા હતા. તે બંને તાજમહેલની અંદર સાથે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads