![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950267_dekho_ahmedabad_tour.jpg)
ગુજરાત પ્રવાસન વિભાગને આખા ભારતમાં સૌથી સારામાં સારો પ્રવાસન વિભાગ ગણવામાં આવે છે. તેની પાછળ ઘણા કારણો રહેલા છે. એવામાં જો એક મુખ્ય કારણની વાત કરવામાં આવે તો તે છે કે ગુજરાત પ્રવાસને તેના નવતર પ્રયોગ દ્વારા પ્રવાસીઓને ગુજરાત તરફ ખેંચવામાં મોટી સફળતા મેળવી છે.
આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની અવરજવર રહે છે. તેની પાછળનું એક મુખ્ય કારણ છે ગુજરાતની આબોહવા. હા, અહીં દરેક ઋતુમાં ફરવા આવી શકાય તેવું વાતાવરણ રહે છે. તેટલા માટે મોટા ભાગના પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત જ હોય છે.
એક નવતર પ્રયોગ કોરોના પછી...
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950267_dekho_ahmedabad_tour.jpg.webp)
તાજેતરમાં ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા દેખો અમદાવાદ ટૂર નામક એક અદ્ભુત સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાની ખાસ બાબત એ છે કે અહીં તમને આખા અમદાવાદનો પ્રવાસ કરાવવામાં આવે છે અને તે પણ ડબલ ડેકર કેહેવાતી એવી બસમાં. Dekho Amdavad City Sightseeing Guided Tour - Hop on Hop off Double Decker Amdavad City Tour આ તેનું અંગ્રેજી નામ છે. આ પ્રવાસને નોંધાવા માટે તમારે ગુજરાત પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950280_bhadra_fort_ahmedabad_entry_fee_timings_holidays_reviews_header.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950279_download_1.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950280_download_2.jpg.webp)
https://www.gujarattourism.com
ચાલો! અન્ય વિગતો જોઇએ
સત્તાવાર સમય અંગેની માહિતી
એક દિવસ- રવિવાર- રિપોર્ટિંગ સમય: સવારે 08:45 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે, ટૂર શરૂ થવાનો સમય: 09.00 ગાંધી આશ્રમથી
એક દિવસ - રવિવારે - સીદી સૈયદ જાળી, ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ
એક દિવસ - રવિવાર - પ્રસ્થાન, જૈન મંદિર અને રાણી સિપ્રી મસ્જિદ
એક દિવસ - રવિવાર - ગાંધી આશ્રમમાં આગમન. સત્યાગ્રહ આશ્રમ અને મ્યુઝિયમની મુલાકાત
એક દિવસ - રવિવાર - લંચ તોરણ પર (પોતાની રીતે )
એક દિવસ - રવિવાર અડાલજ
એક દિવસ - રવિવાર આગમન દાંડી કૂટિર, અક્ષરધામ માટે રવાના
એક દિવસ - રવિવાર અક્ષરધામની મુલાકાત
એક દિવસ - રવિવાર 06:30 વાગ્યે ગાંધી આશ્રમ પરત
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950293_download.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950297_hathee_singh_temple_ahmedabad_entry_fee_timings_holidays_reviews_header.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950296_jama_masjid_ahmedabad_bhadrakali_temple.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950298_sabarmati_ahmedabad.jpg.webp)
![Photo of દેખો અમદાવાદ અબ પ્યાર સે, સફર ખુલ્લી બસમાં by UMANG PUROHIT](https://static2.tripoto.com/media/filter/nl/img/2043062/TripDocument/1614950304_sabarmati_riverfront2.jpg.webp)
નોંધઃ
આ એક દિવસીય પ્રવાસની ફી વ્યક્તિ દીઠ રૂ. 500
05 વર્ષથી નીચેના બાળક માટે ટિકિટ નથી (આઈડી પ્રૂફ ફરજિયાત)
આ પ્રવાસ સોમવારે ચલાવવામાં આવશે નહીં
અન્ય મહત્વની સૂચનાઓઃ
1. માર્ગદર્શિત પ્રવાસ.
2. સ્મારકો અને ફરવાલાયક સ્થળોની પ્રવેશ ફી શામેલ નથી
3. બપોરનું ભોજન સમાવેલ નથી
4. 5% જીએસટી વધારાનો રહેશે
5. પ્રવાસ માટે ઓળખનો પુરાવો જરૂરી છે. (આધાર કાર્ડ / પાસપોર્ટ / જન્મ પ્રમાણપત્ર / ડ્રાઇવિંગ લાઇસન્સ / મતદાર કાર્ડ)
6. દરમાં ફેરફાર આવી શકે છે
7. કોરોના વાયરસને લગતા સૂચનોનું પાલન કરવાનું રહશે