![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 1/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626678022_1624687376_img_20210626_113155.jpg)
આપણામાંથી ઘણાં હરવા-ફરવા અને એડવેન્ચરના શોખીન હોય છે, જ્યારે પણ મન થાય કે તક મળે એટલે બસ નીકળી પડીએ ફરવા માટે. આજે અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ દુનિયાની સૌથી ખતરનાક અને રહસ્યમયી જગ્યાઓ અંગે જ્યાં જવાનો મતલબ મોતને ગળે લગાડવું અને આ જગ્યાએ જવાની સખત મનાઇ છે. આમ તો દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં જવું જોખમી છે. કહેવાય છે કે આ જગ્યાએ ગયા પછી માણસના પાછા ફરવાની કોઇ ગેરંટી નથી.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 2/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683195_1624683309_1624683307382.jpg)
Day 1
Tanzania
નાટ્રન લેક, તંજાનિયા
આના સંપર્કમાં આવનારા કોઇ પણ પ્રાણીના જીવતા બચવાની પણ કોઇ સંભાવના નથી. એટલા માટે આ લેક પર પાણીની શોધ માટે માણસ તો છોડો એક પક્ષી પણ નથી જતું. આ લેક પોતાની તરફ આકર્ષિત થયેલી દરેક ચીજને પોતાના પાણીમાં સમાવી લે છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 3/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683297_1624683376_1624683373192.jpg)
Day 2
Ethiopia
એર્ટા અલે, ઇથોપિયા
આ એક ખતરનાક જ્વાળામુખી છે. આ જગ્યાએ જવાનું બારુદી સુરંગો પર ચાલવા સમાન છે. એટલે કે અહીં પર અલગ અલગ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થવાનો ખતરો કાયમ રહેતો હોય છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 4/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683327_1624683481_1624683479879.jpg)
Day 3
Brazil
નાગદ્ધીપ, બ્રાઝીલ
નામથી જ તમે આ અંગે સમજી ગયા હશો. અહીં દરેક સ્કેવર મીટર પર પાંચ સાપ જોવા મળે છે. આ જગ્યા પર્યટકો માટે પ્રતિબંધિત છે. એટલા માટે અહીં આવવાનું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 5/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683375_1624683605_1624683602067.jpg)
Day 4
Indonesia
સિનાબુંગ જ્વાળામુખી, ઇંડોનેશિયા
સતત ફાટતા જ્વાળામુખીના કારણે આ જગ્યા ઘણી જ ખતરનાક છે. આ જગ્યા ઝેરી ગેસોથી ભરી પડી છે. જેના કારણે અહીં આવવાનું ઘણું જ મુશ્કેલેથી ભરેલું કામ છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 6/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683408_1624683957_1624683955399.jpg)
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 7/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683408_1624683958_1624683955465.jpg)
Day 5
Bolivia
મદીદી નેશનલ પાર્ક, બોલિવિયા
આ પાર્કમાં દુનિયાના સૌથી ઝેરી છોડ જોવા મળે છે. જે ઝેરી ગેસ છોડે છે જેના સંપર્ક માત્રથી જ જીવનથી હાથ ધોવા પડી શકે છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 8/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683440_1624684093_1624684088951.jpg)
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 9/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683440_1624684093_1624684089030.jpg)
Day 6
United States
ડેથ વેલી, અમેરિકા
આ સ્થાન દુનિયાની સૌથી ગરમ જગ્યા છે. અહીં દૂર દૂર સુધી પાણી મળવાનું મુશ્કેલ છે. અહીં વગર પાણીએ માણસ ફક્ત 14 કલાક જ જીવતો રહી શકે છે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 10/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683476_1624684293_1624684292209.jpg)
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 11/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683476_1624684296_1624684292321.jpg)
Day 7
United States
માઉંટ વોશિંગ્ટન, અમેરિકા
દુનિયાની સૌથી ઠંડી જગ્યા, ન્યૂનતમ તાપમાન -40 ડિગ્રી. શરીરને થીજવી નાંખતી ઠંડીનો રેકોર્ડ પણ આ સ્થાનમાં છે. અહીં આપને નદી, ઝરણાં બધા બરફથી જામેલા જોવા મળશે.
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 12/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683535_1624684452_1624684449779.jpg)
![Photo of દુનિયાની એવી ખતરનાક જગ્યા જ્યાં ગયા પછી માણસના પાછા ફરવું મુશ્કેલ છે 13/13 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1626683508_1624684451_1624684449717.jpg)
Day 9
Marshall Islands
બિકીની અતોલ્લી, માર્શલ ટાપુ
આ જગ્યા જીવિત પ્રાણીઓ માટે કોઇ કબરથી કમ નથી. અહીં જવાનું ઘણું જ જોખમી છે, અહીં અગણિત ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે આ જગ્યા રેડિયોએક્ટિવ કચરાથી ભરાઇ ચુકી છે. હવે અહીં કોઇ જીવીત વ્યક્તિ નથી રહેતો.